૧૦ મું ફેઈલ રિક્ષાવાળાને થયો વિદેશી છોકરી સાથે પ્રેમ, આજે સ્વીત્ઝરલૅન્ડમાં જીવી રહ્યો છે શાનદાર જીવન

તમે કહેવત તો સાંભળી જ હશે કે પ્રેમ અને જંગમાં બધું જ ચાલે છે, જેને ઘણા લોકો અમલમાં પણ મૂકે છે. એવો જ એક વ્યક્તિ છે રંજીત સિંહ રાજ, જેમની પ્રેમ કહાની સાંભળી તમારું દિલ ખુશ થઇ જશે, અને મગજમાં પ્રેમને લઈને સકારાત્મક વિચાર આવવા લાગશે.

આખરે કોણ છે રંજીત સિંહ રાજ, જેમની પ્રેમ કહાની અને પોતાની ગર્લફ્રેન્ડ મેળવવાની ઈચ્છાએ લોકોને હેરાન કરી દીધા છે. આ બધી વાતો જણાવીએ એ પહેલા એ જાણી લો કે રંજીત એક ટ્રાવેલ ગાઈડ હતા, જેમણે હાલમાંજ જયપુરથી સ્વીત્ઝરલૅન્ડની સફર કરી છે.

ગરીબ પરિવારમાં થયો હતો રંજીતનો જન્મ

આજે રંજીત પોતાની પ્રેમ કહાની અને સપનાને પૂરું કરવાના આત્મવિશ્વાસને લઈને દુનિયાભરમાં મશહૂર થઇ ગયા છે, પરંતુ એક સમય હતો જયારે એમનો જન્મ એકદમ ગરીબ પરિવારમાં થયો હતો. રંજીત રંગે શ્યામ છે, જેના લીધે લોકો એમને ખૂબ જ સંભળાવતા હતા.

બાળપણથી જ રંગભેદ અને ગરીબીને લીધે રંજીતના મનમાં સમાજ માટે ઘણો ગુસ્સો ભરાઈ ચુક્યો હતો, એ કોઈની સાથે વાત કરવાનું પસંદ ના કરતા. પરંતુ રંજીતનું સપનું હતું કે એ એક દિવસ એટલા સફળ થઈને દેખાડશે કે લોકો એમને એમના કામથી ઓળખશે અને એમને રંગને લીધે જજ નહિ કરે.


વિદેશી ભાષાઓ શીખીને બન્યા ગાઈડ

રંજીત સિંહે પોતાના આ સપનાને પણ સાચું કરી બતાવ્યું, જેમાં એમનો સાથ આપ્યો એમની વિદેશી ગર્લફ્રેન્ડે. જી હા, તમે એકદમ સાચું વાંચ્યું, રંજીત સિંહ ૧૦ મું પાસ હતા, અને ગાઈડનું કામ કરતા હતા. પરંતુ એમના પ્રયત્નો અને ગર્લફ્રેન્ડને લીધે એમનું આખું જીવન બદલાઈ ગયું.

વાત એવી છે કે રંજીત સિંહે ૧૬ વર્ષની ઉંમરમાં જ રિક્ષા ચલાવવાનું શરુ કરી દીધું હતું, એ પછી જયપુરના રસ્તા પર રીક્ષા ચલાવતા એમણે વિદેશી પયર્ટકો સાથે ઈંગ્લીશ અને ફ્રેંચ ભાષાઓમાં થોડી વાતચીત કરવાનું શરુ કરી દીધું. એ પછી વર્ષ ૨૦૦૮ માં રંજીતે રીક્ષા ચલાવવાનું છોડીને ગાઈડનું કામ કરવાનું નક્કી કર્યું, કારણકે એમને આ કામમાં ઘણો નફો દેખાતો હતો. એટલે એમણે ધીમે ધીમે સ્પેનિશ, ફ્રેંચ, અને ઈંગ્લીશ ભાષા શીખવાનું શરુ કર્યું, એવામાં રંજીત તૂટી ફૂટી ભાષામાં પર્યટકો સાથે વાતચીત કરવામાં સફળ થઇ જતા હતા.

ગાઇડને થયો વિદેશી છોકરી સાથે પ્રેમ

દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એક સારા જીવનસાથીની જરૂર હોય છે અને આ સફરમાં પ્રેમ પહેલો પડાવ હોય છે. રંજીતની પ્રેમ કહાની પણ કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી, એમાં એ પોતાની ગર્લફ્રેન્ડ માટે જયપુરથી ફ્રાંસ પહોંચ્યા. જયારે રંજીતે ઘણી વિદેશી ભાષાઓ શીખી લીધી, તો એમણે ખુદનો ટુરિસ્ટ એન્ડ ગાઈડ બિજનેસ શરુ કરી દીધો. એ વિદેશી પર્યટકોને રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં ફરવાનું કામ કરતા હતા, આ દરમિયાન એમની મુલાકાત ફ્રાંસની રહેનારી એક છોકરી સાથે થઇ.આ રીતે જયપુર ફરતા ફરતા રંજીતને એ છોકરી સાથે પ્રેમ થઇ ગયો અને છોકરી પણ રંજીતને પોતાનું દિલ આપી બેઠી હતી, પરંતુ થોડા દિવસો પછી છોકરીને પોતાના દેશ પાછું ફરવું પડ્યું. ફ્રાંસ ગયા પછી છોકરીએ રંજીત સાથે સ્કાઇપ કર્યું, એ પછી બંનેની પ્રેમ કહાની શરુ થઇ.

ફ્રાંસ જવા માટે એમ્બસી બહાર કર્યા ધરણા

રંજીત અને એની ગર્લફ્રેન્ડ એકબીજાને લઈને ઘણા સીરીયસ હતા, એટલે એ એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. એના માટે રંજીતને ફ્રાંસ જવાનું હતું, પણ ૧૦ મુ ફેઈલ હોવાને લીધે રંજીતને વિઝા નહતા મળતા. એવામાં ઘણી વાર પ્રયત્ન કર્યા પછી પણ જયારે રંજીતઅ વિઝા રીજેક્ટ થયા તો એની ગર્લફ્રેન્ડ એક વાર ફરી ભારત પાછી આવી. એ પછી રંજીત અને એની ગર્લફ્રેન્ડ એમ્બસી બહાર ધરણા પર બેસી ગયા, એ પછી એમ્બસીના અધિકારીઓએ એમની સાથે મુલાકાત કરીને વિઝા આપવાનું આશ્વાસન આપ્યું.

એ પછી રંજીતની ગર્લફ્રેન્ડ પાછી ફ્રાંસ ચાલી ગઈ, પણ રંજીતને હજી ફ્રાંસના વિઝા નહતા મળ્યા. જોકે, ૩ મહિના લાંબો સમય રાહ જોયા પછી રંજીતનું સપનું પૂરું થયું, અને ફ્રેંચ એમ્બસીએ એમને ફ્રાંસના ટુરિસ્ટ વિઝા આપ્યા.


લગ્ન કરીને ફ્રાન્સમાં રહેવા લાગ્યા રંજીત

એ પછી રંજીત સિંહ રાજ ફ્રાંસ ચાલ્યા ગયા અને એમણે વર્ષ ૨૦૧૪ માં પોતાની વિદેશી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા, એ પછી આ કપલને એક બાળક પણ થયું. રંજીત પોતાના પરિવાર સાથે ખુબ જ ખુશ હતા, પણ વિદેશમાં નોકરી મેળવવા માટે એમને ત્યાની ભાષાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી હતું.

એવામાં રંજીતે ફ્રાન્સમાં ફ્રેંચ શીખવાના ક્લાસ જોઈન કર્યા અને પછી લોંગ ટર્મ વિઝા માટે એપ્લાય કર્યું, એ પછી એમના વિઝાને એપ્રુવ કરી દીધા. જોકે, હવે રંજીત ફ્રાંસમાં નથી રહેતા, પણ તેઓ સ્વીત્ઝરલૅન્ડના જિનેવા માં રહે છે અને ત્યાં એક રેસ્ટોરેન્ટમાં કામ કરે છે.

યુટ્યુબ પર ચલાવે છે ચેનલ, રેસ્ટોરેન્ટ ખોલવાનું છે સપનું

ભારતના જયપુર શહેરથી ફ્રાંસ અને પછી સ્વીત્ઝરલૅન્ડના જિનેવા શહેર સુધીની સફર કરવાવાળા રંજીત સિંહ આજે ખુદની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. એ જિનેવાના એક ફેમસ રેસ્ટોરેન્ટમાં કામ કરે છે, અને જલ્દી જ પોતાનું રેસ્ટોરેન્ટ ખોલવાના વિચાર કરી રહ્યા છે. રંજીત પોતાની ચેનલ દ્વારા લોકોને જિનેવાની રહેણીકરણી, ખાનપાન અને ફરવાની જગ્યાઓ વિષે જણાવે છે. એટલું જ નહીં, હવે એમને ફ્રેંચ, ઈંગ્લીશ અને સ્પેનિશ ભાષાનું સારું જ્ઞાન પણ થઇ ચુક્યું છે, જે એમને રેસ્ટોરેન્ટ ખોલવામાં મદદ કરશે.

કોઈ પણ વ્યક્તિઉ સપનું અશક્ય નથી હોતું, બસ એ પૂરું કરવા માટે મહેનત અને લગ્નની જરૂર હોય છે. ભલે રંજીતની વિદેશી ગર્લફ્રેન્ડ હતી, પણ ભાષાઓ શીખવાનું દિમાગ અને લોકો સાથે આત્મવિશ્વાસ સાથે વાત કરવાની કળા રંજીત સિંહ રાજની જ છે.