દેશનું પહેલું હાઈટેક રેલ્વે સ્ટેશન, દેખાવમાં ઘણું શાનદાર, લાગે છે એરપોર્ટ જેવું

મધ્યપ્રદેશમાં ૧૫ નવેમ્બર ૨૦૨૧ ના ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એકદમ હાઈટેક અને આધુનિક સુવિધાઓથી સજ્જ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ રેલ્વે સ્ટેશનનું નામ રાની કમલાપતિ રેલ્વે સ્ટેશન રાખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ રેલ્વે સ્ટેશન પહેલા હબીબગંજ રેલ્વે સ્ટેશનથી ઓળખાતું હતું. આ રેલ્વે સ્ટેશનનો સંપૂર્ણ રીતે ફરીથી વિકાસ કરવામાં આવ્યો છે અને એને આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યું છે. એ સાથે જ આ નવા રેલ્વે સ્ટેશનનું નામ રાની કમલાપતિ રેલ્વે સ્ટેશન રાખવામાં આવ્યું છે.

રેલ્વે સ્ટેશનની ખાસિયતઆ રેલ્વે સ્ટેશન પર એ બધી સુવિધાઓ છે, જે કોઈ એરપોર્ટ પર મળી આવે છે. માહિતી મુજબ આ રેલ્વે સ્ટેશન પર એક એયર કોન્કોર બનાવવામાં આવેલ છે જેમાં લગભગ ૯૦૦ યાત્રી બેસી શકે છે. એ સાથે જ આ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પણ એટલા મોટા છે કે જેની પર ૨૦૦૦ યાત્રી એક જ સમયે ટ્રેનની રાહી જોઈ શકે છે. એ સાથે જ અ રેલ્વે સ્ટેશનમાબે સબ વે બનાવવામાં આવ્યા છે, જ્યાંથી થઈને એક સમયે લગભગ ૧૫૦૦ યાત્રી પસાર થઈશકે છે.

આ રેલ્વે સ્ટેશન પર સાફ સફાઈનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહિયાં વિશેષ અને આધુનિક સુવિધાઓથી યુક્ત વેઈટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે એ સાથે જ રીટાયરીંગ રૂમ અને ડોરમેટ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. એ સાથે જ આ રેલ્વે સ્ટેશનના વેટીંગ લાઉન્જમાં એક મોટી એલઈડી લગાવામાં આવી છે, જેની મદદથી યાત્રીઓને ટ્રેનોની સ્થિતિ જાણવાની સુવિધા મળશે. આ એલઈડી સ્ક્રીન પર મધ્યપ્રદેશના ઈતિહાસ અને પર્યટન સ્થળોની પણ માહિતી યાત્રીઓને આપવામાં આવશે.

ખાસ સુવિધાઓઆ રેલ્વે સ્ટેશનને સંપૂર્ણ રીતે પર્યાવરણ અનુકૂળ બનાવવામાં આવ્યું છે, રેલ્વે સ્ટેશનને ગ્રીન બિલ્ડીંગની ડીઝાઇનમાં બનાવાયું છે, અહિયાં સૌર ઉર્જા નો પણ ઉત્તમ ઉપયોગ કરવામાં આવશે અને વોટર હાર્વેસ્ટિંગની પણ સુવિધા કરવામાં આવી છે. એ સાથે જ આ રેલ્વે સ્ટેશનમાં રિસાઈકલીંગ યોગ્ય સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તો અન્ય સુવિધાઓની વાત કરવામાં આવે તો અહિયાં યાત્રીઓને શોપિંગ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, મોલ, સ્માર્ટ પાર્કિંગ, હાઈ સિક્યોરીટી જેવી બધી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

સુરક્ષા માટેની સગવડ

સુરક્ષાના દ્રષ્ટિકોણથી પણ આ રેલ્વે સ્ટેશન ખૂબ જ સટીક બનાવવામાં આવ્યું છે. આ રેલ્વે સ્ટેશનના ૪ લાખ સ્ક્વેર ફૂટ એરિયાને સીસીટીવી કેમેરાથી કવર કરવામાં આવ્યો છે. રેલ્વે સ્ટેશન પર કુલ ૧૭૦- હાઈ રીઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ૨૪ કલાક કામ કરતા રહેશે અને એનું રેકોર્ડીંગ એક મહિના સુધી ડીલીટ નહિ થાય. આ દેશનું સૌથી પહેલું રેલ્વે સ્ટેશન છે જેમાં બધી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે . માહિતી મુજબ, આ રેલ્વે સ્ટેશનને કુલ ૪૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.