રાણી દુર્ગામતીએ અંતિમ શ્વાસ સુધી મુઘલોને આપી હતી ટક્કરની લડાઈ, જાણો તેમની રસપ્રદ કહાની…

ભારતમાં સ્ત્રીઓને શક્તિનું સ્વરૂપ માનવમાં આવ્યું છે. દેશની ઘણી મહિલાઓ પોતાના સમાજ અને પ્રજા માટે મોતના ડર વગર લડી હોય તેવા દાખલા છે. આજે આપણે આવો જ એક દાખલો જોવાનો છે અને આ દાખલો છે રાણી દુર્ગાવતીનો. રાણી દુર્ગાવતીને ગોડવાનામાં કુશળ શાસક તરીકે પણ યાદ કરવામાં આવે છે. દર વર્ષે 24 જૂનના દિવસ રાણી દુર્ગાવતીનો બલિદાન દિવસ ઉજવામાં આવે છે. રાણી દુર્ગાવતીએ મુગલ શેના સામે હાર માની નહિ અને છેલ્લા શ્વાસ સુધી તેમનો સામનો કર્યો હતો.

આ ક્ષેત્રમાં હતું તેમનું શાસન

રાણી દુર્ગાવતીનો જન્મ 1524 માં થયો હતો અને તે ગોડવાનામાં રાજ કરતા હતા. રાણી દુર્ગાવતી રાજા કીર્તિસિંહ ચંદેલના એકમાત્ર સંતાન હતા. મધ્યપ્રદેશમાં આવેલા ગોંડવાના પ્રદેશમાં રહેતા ગોંડ વંશજોના 4 રાજ્યો ગઢમંડલા, દેવગઢ, ચંદા અને ખેરલા હતા. આ ચાર રાજ્યમાંથી દુર્ગાવતીના પતિ દલપત શાહનો ગઢમંડલા પર અધિકાર હતો. રાણી દુર્ગાવતીની સાથે લગ્ન કર્યાના 4 વર્ષ પછી રાજા દલપતશાહનું નિધન થઈ ગયું હતું.


પોતે જ સાંભળી જવાબદારી

દુર્ગાવતીનો પુત્ર 3 વર્ષનો હતો ત્યારે તેના પતિનું નિધન થઈ ગયું હતું અને આ કારણથી તેમને ગઢમંડલાનું શાસન સંભાળવું પડ્યું હતું. હાલના સમયનું જબલપુર તે સમય પર તેમનું રાજ્યનંન કેન્દ્ર હતું. રાણીએ 16 વર્ષ સુધી આ પંથક પર શાસન કરીને તેમણે સક્ષમ વહીવટકર્તાની પોતાની છબી બનાવી હતી. તેમની બહાદૂરી અને પરાક્રમની ચર્ચા ખુબ થતી હતી. લોકોનું કેહવું છે કે ક્યાંય સિંહ દેખાવાના સમાચાર મળતાની સાથે જ રાણી દુર્ગાવતી હથિયાર લઈ તેને મારવા નીકળી પડતા હતા અને જ્યાં સુધી તેને મારી ન નાખે ત્યાં સુધી પાણી પીતા નહોતા.

સુંદરતાના વખાણ અકબર સુધી પહોંચ્યા

લોકોનું એવું કેહવું છે કે રાણી દુર્ગાવતી ખુબ સુંદર દેખાતા હતા. માનીકપુરના સુબેદાર ખ્વાજા અબ્દુલ માજિદ ખાને રાણી દુર્ગાવતી સામે અકબરને ભડકાવ્યો હતો. અકબર અન્ય રાજપૂત પરિવારની વિધવાઓની જેમ રાણી દુર્ગાવતીને પણ રાણીવાસની શોભા બનાવવા ઇચ્છતો હતો. લોકોનું કેહવું છે કે અકબરે રાણી દુર્ગાવતીને સોનાનું પીંજરું મોકલી રાણીઓએ મહેલની અંદર જ રહેવું જોઈએ તેવો સંદેશો મોકલાવ્યો હતો, પરંતુ રાણી દુર્ગાવતીએ એવો જવાબ આપ્યો કે અકબર સ્તબ્ધ થઈ ગયો હતો.


આજે પણ યાદ કરાય છે રાણી દુર્ગાવતીને

રાણી દુર્ગાવતી અને મુગલ સેના વચ્ચે ઐતિહાસિક યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં રાણી દુર્ગાવતી પોતાના છેલ્લા શ્વાશ સુધી લડ્યા હતા. મંડલા રોડ પર રાણીની સમાધિ છે. જબલપુરમાં રાણી દુર્ગાવતીના નામે વિશ્વવિદ્યાલયનું નામ રાખવામાં આવ્યું છે. રાણીના નિધન બાદ તેમના દિયર ચંદ્રશાહે મુગલોનું સત્તા સ્વીકારી હતી અને પોતે શાસક બન્યો હતો.