શ્રદ્ધા આનું નામ! પેટથી ઘસડાઇને રણુજા જવાની રાખી બાધા, રસ્તા પર લોકોએ જે કર્યું જાણીને લાગશે નવાઇ

તમે પેલી કવિતા તો સાંભળી જ હશે કે કોશિષ કરનેવાલો કી હાર નહી હોતી. માણસને જે મેળવવું હોય છે તેના માટે તેણે મહેનત કરવી પડે છે અને દાનત રાખવી પડે છે. મહેનત કરે તો તેને ધારેલુ ફળ મળીને જ રહે છે.

ઇશ્વર પ્રત્યે આસ્થા

ભારત દેશમાં ભગવાન પ્રત્યે લોકોને ખુબ આસ્થા છે. તેઓ કોઇ પણ કામ કરતા પહેલા ભગવાનની પૂજા કરે છે અને તે કામ સફળ થાય તેવી પ્રાર્થના કરે છે. લોકો માનતા રાખતા હોય છે કે જો તેમનું કામ પાર પડશે તો તેઓ ચાલતા દર્શને આવશે અથવા આટલા ઉપવાસ રાખશે. આજે એક એવા શ્રદ્ધાળુંની વાત કરીશું જેણે જમીન પર પેટથી ઘસડાઇને રણુજા જવાની બાધા રાખી હતી.

રામદેવ પીરનો ભક્ત

રામદેવપીરનો એક ભક્ત છે જેણે પેટ પર ઘસડાઇને રણુજા જવાની માનતા રાખી હતી. રામાપીરમાં શ્રદ્ધા રાખનાર આ વ્યક્તિનું નામ રામધનજી છે અને તે રાજસ્થાનના ટોંક જિલ્લાના નિમબેડા ગામે રહે છે. તેના પિતાને એક ગંભીર બીમારી થઇ હતી જેના કારણે રામધનજીએ આ આકરી બાધા રાખી હતી.

આકરી બાધા

રામધનજીએ દંડવત નાકની ટોચ પર પેટથી જમીન પર ઘસડાઇને છેક રાજસ્થાનના બુંદી જિલ્લાના મંદિરથી રણુજા મંદિર જવાની માનતા માની હતી. પોતાના પિતા માટે આ આકરી બાધા કરવા માટે તેણે સરકારની પરમિશન પણ લીધી હતી. તમને જણાવી દઇએ કે બંને મંદિર વચ્ચે 500 કિમીનું અંતર છે. 3 જાન્યુઆરીના રોજ રામધનજીએ પોતાની બાધા પુરી કરવાનો પ્રવાસ શરૂ કર્યો હતો.

સોશ્યલ મીડિયા પર ફેક ન્યુઝ

સોશ્યલ મીડિયા પર લોકો ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા હતા કે આ યાત્રા તમિળનાડુથી નીકળીને રણુજા જઇ રહી છે પરંતુ તે વાત તદ્દન ખોટી હતી. આ લોકો રાજસ્થાનથી નીકળીને રણુજા જઇ રહી છે. 800 દિવસમાં આ યાત્રા પુર્ણ થશે અને રામધનજી રોકાયા વગર ચાલી રહ્યો છે.

રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.