રામ કપૂરે ઘટાડ્યું ૩૦ કિલો વજન, કહ્યું – ૧૬ કલાક રહેવું પડતું હતું ભૂખ્યા, જાણો એમનું રૂટીન

નાના પડદાના મોટા કલાકાર રામ કપૂરે પોતાનું વજન ઓછું કર્યું છે. જોકે વજન ઓછુ કરવા માટે અભિનેતા દિવસમાં લગભગ ૧૬ કલાક ભૂખ્યા રહેતા હતા. તમને જણાવી દઈએ કે ‘સાસ ભી કભી બહૂ થી’ , ‘કસમ સે’ અને ‘બડે અચ્છે લગતે હે’ જેવી સિરીયલથી ટીવી જગતમાં અભિનેતા રામ કપૂરે એક અલગ જ ઓળખ બનાવી લીધી છે. રામ કપૂરે પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત ફિલ્મોથી કરી પરંતુ શો થી એમને ઘણી પ્રખ્યાતિ મળી છે. ટીવી જગતમાં ઓળખ બનાવ્યા પછી એક સમય એવો પણ આવ્યો હતો જયારે રામ કપૂર પોતાના વધતા ઘણા પરેશાન રહેવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે પહેલા અભિનેતાનું વજન ૧૨૦ કિલો સુધી થઇ ગયું હતું.પરંતુ હવે રામ કપૂર સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સને ફિટનેસ ગોલ આપી રહ્યા છે. જોકે, એમના માટે વજન ઓછું કરવું ઘણું મુશ્કેલ રહ્યું. મુંબઈ મિરરને આપેલ ઈન્ટરવ્યુંમાં રામ કપૂરે જણાવ્યું હતું ,’હું પહેલા ૧૨૦ કિલોનો હતો, હું મારું ૨૫-૩૦ કિલો વજન ઓછું કરવા ઈચ્છતો હતો. મેં નિર્ણય કર્યો કે જો હું મારું વજન ઓછું કરવા ઈચ્છું છું તો મારે કામમાંથી સમય કાઢવો પડશે. ‘ફેટ ટૂ ફિટ’ થવાની આ જર્નીમાં રામ કપૂરને ઘણી મહેનત કરવી પડી. વેટલિફ્ટિંગ, કાર્ડિયો એકસરસાઈઝ, યોગ અને રનીંગ સાથે અભિનેતા એ લગભગ ૧૬ કલાક ભૂખ્યા રહેવાનું શરુ કર્યું હતું , જેનાથી એમને પોતાનું ૩૦ કિલો વજન ઓછું કરવામાં મદદ મળી. આ વાતનો ખુલાસો રામ કપૂરે ઈન્ટરવ્યુંમાં કર્યો હતો.

આ હતું એમનું વર્કઆઉટ રૂટીનતમને જણાવી દઈએ કે રામ કપૂર સવારે ઉઠતા જ સીધા જીમ કરતા હતા. જીમ જતા પહેલા એ કાઈ પણ ખાતા નહીં. સવારના સમયે જિમમાં હેવી વેટ ટ્રેનિંગ કરે છે. રાતે સૂતા પહેલા પણ રામ કપૂર ઇન્ટેન્સ કાર્ડિયો વર્કઆઉટ કરે છે. એ સિવાય, રનીંગ, સ્વીમીંગ, અને ખેલ કૂદ વગેરેને પણ પોતાના વર્કઆઉટમાં શામેલ કરે છે.

રામનો ડાયેટ પ્લાનરામ કપૂરે પોતાના વજન ઘટાડવાની સફરમાં આઠ કલાક દરમિયાન ચોક્કસ વસ્તુઓ ખાધી હતી, એ સિવાય એમણે ડેરી ઉત્પાદન, તેલ, કાર્બ્સ, અને ખાંડને સંપૂર્ણ રીતે છોડ્યું હતું. વજન ઓછુ કરવા માટે અભિનેતાએ ઉપવાસની મદદ લીધી હતી. માહિતી માટે જણાવી દઈએ કે ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગમાં તમે શું ખાઈ રહ્યા છો અને શું નથી ખાઈ રહ્યા , એની પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. ફાસ્ટિંગના સમયે રામ કપૂર દિવસમાં ૧૬ કલાક ભૂખ્યા રહેતા હતા. જણાવી દઈએ કે એ ફક્ત સાંજના ૭ – ૮ વાગ્યાની વચ્ચે જ ખાવાનું લેતા હતા. એ પણ ડાયેટ મુજબ જ.