રામ ચંદ્ર અગ્રવાલ ચલાવતા હતા ઝેરોક્ષની દુકાન, પછી ઉભી કરી દીધી ૧૦૦૦ કરોડની કંપની

વ્યક્તિ ઈચ્છે તો પોતાની મહેનત અને લગનથી ફર્શથી અર્શ પર પહોંચી શકે છે. રોજીંદા જીવનમાં આપણે ઘણા લોકોના સફળતાના પ્રેરણાદાયી કિસ્સા સાંભળતા હોઈએ છે. કેવી રીતે કેટલાક લોકો પોતાની કિસ્મત ખુદ લખે છે અને સફળતાના ઉચ્ચામાં ઉચ્ચા સ્તર પર પહોંચી જાય છે. સફળતાની એવી જ એક મિસાલ તરીકે અમે આજે તમને એવા વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છે, જે એક સમયે નાનકડી ઝેરોક્ષની ચલાવતા હતા જે આજે બની ગયા છે ‘વિશાલ મેગા માર્ટ’ ના માલિક.



તો મિત્રો અમે વાત કરી રહ્યા છે વિશાલ મેગા માર્ટના માલિક રામચંદ્ર અગ્રવાલની. રામચંદ્ર અગ્રવાલએ પોતાના જીવનમાં ઘણોs સંઘર્ષ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે રામચંદ્ર અગ્રવાલ બાળપણથી જ દિવ્યાંગ છે. રામચંદ્ર અગ્રવાલ બાળપણમાં જ પોલીયોથી પીડિત થઇ ગયા હતા. એટલે પોતાની આ કમજોરીને લીધે એ ભારે કામ કરવા માટે સક્ષમ નહતા, એટલે એમણે એક નાનકડી ઝેરોક્ષની દુકાન ખોલી લીધી.

લગભગ એક વર્ષ સુધી રામચંદ્ર અગ્રવાલે ઝેરોક્ષની દુકાન ચલાવી, પછી એમને એવું લાગ્યું કે હવે એમણે જીવનમાં હજી પણ આગળ વધવું જોઈએ. એટલે એમણે કોલકાતાના લાલ બજારમાં એક કપડાની દુકાન ખોલી લીધી અને કપડાની આ દુકાન રામચંદ્રેલગભગ ૧૫ વર્ષો સુધી ચલાવી. પરંતુ રામચંદ્ર ત્યાં પણ રોકાયા નહીં અને એમણે કોલકાતા બજારથી બહાર નીકળીને દિલ્લીના મોટા બજારમાં પોતાની કિસ્મત અજમાવવાનું નકી કર્યું અને વર્ષ ૨૦૦૧ માં દિલ્લીની માર્કેટમાં આવીને વિશાલ રીટેલ નામે નાના સ્તરે ખુદનો વેપાર કરવાનું શરુ કર્યું. વેપારમાં સફળતા જોતા એમણે બીજા જ વર્ષે વિશાલ મેગા માર્ટ નામે મોટા સ્તરે ખુદનો વેપાર કરવાનું શરુ કરી દીધું.



વેપારમાં સફળતા જોતા બજારમાં ઓળખ બનાવવા માટે રામચંદ્રે શેર માર્કેટથી મોટું દેવું કર્યું અને દુર્ભાગ્યવશ એ સમયે એમને ૭૫૦ કરોડનું નુકસાન સહન કરવું પડ્યું. પરંતુ આ નુકસાનથી હતાશ ના થઈને રામચંદ્રે ધીરજ જાળવી રાખી કારણકે એ જાણતા હતા કે બિજનેસમાં ફાયદો નુકસાન તો થતો જ રહે છે. પરંતુ આ વખતે એમના નસીબે એમનો સાથ ના આપ્યો અને એમને નુકસાન થયું કે આટલી મહેનતથી બનાવેલ કંપની વી માર્ટ વર્ષ ૨૦૧૧ શ્રીરામ ગ્રુપને વેચવી પડી અને એ પછી રામચંદ્રે V ૨ રીટેલ નામે એક નવી કંપનીની શરુઆત કરી અને પછી આ નવી કંપનીને સફળ કરવામાં લાગી ગયા.

આજે V ૨ રીટેલ ભારતની મોટી કંપનીઓમાંથી એક છે. તમને જણાવી દઈએ કે આ કંપની ની દેશના ૧૭ રાજ્યોમાં ૯૬ સ્ટોર્સ ચાલી રહ્યા છે. સાચે જ રામચંદ્ર અગ્રવાલે કમાલ કરી બતાવી. ફર્શથી અર્શ સુધી પહોંચવાની કહેવત રામચંદ્ર અગ્રવાલે પૂરી મહેનત અને લગનથી સાચી કરીને બતાવી. રામચંદ્ર એક દિવ્યાંગ હોવા છતાં પણ આજે દેશના ઘણા વેપારીઓ માટે પ્રેરણા બની ગયા.