ફિલ્મોથી ગાયબ થઇ ગઈ રાજેશ ખન્નાની નાની દીકરી રીન્કે ખન્ના, જાણો હવે શું કરે છે અભિનેત્રી?

બોલીવુડના પહેલા સુપરસ્ટાર કહેવાતા રાજેશ ખન્નાએ ઇન્ડસ્ટ્રીને એક થી એક ચડિયાતી હિટ ફિલ્મો આપી છે. લગભગ ૨૦ વર્ષો સુધી એમણે બોલીવુડમાં પોતાનો જાદૂ ચલાવ્યો છે. એમની પત્ની ડિમ્પલ કપાડિયાએ પણ હિન્દી સિનેમામાં સારું નામ કમાયું અને દિગ્ગજ અભિનેત્રી કહેવાઈ.

રાજેશ ખન્ના અને ડિમ્પલની મોટી દીકરી ટ્વિન્કલ ખન્ના એ પણ ૯૦ ના દશકમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું પણ રાજેશ ખન્નાની નાની દીકરી રિંકી ખન્ના બોલીવુડમાં સંપૂર્ણ રીતે ફ્લોપ રહી. રીન્કે ખન્ના ને ફેંસે બહુ ઓછી ફિલ્મોમાં જોઈ હતી. ફિલ્મોમાં સફળતા ના મળતા રીન્કેએ ખુદને સિનેમાથી દૂર કરી લીધી હતી. હવે રીન્કે લાઇમલાઇટથી દૂર છે. આવો આજે એમના વિષે જોડાયેલ કેટલીક વાતો.૨૭ જુલાઈ ૧૯૭૭ માં જન્મેલી રીન્કેએ ફક્ત ૧૭ વર્ષની ઉંમરમાં ફિલ્મ ‘પ્યાર મે કભી કભી’ થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માટે એમને બેસ્ટ ફિમેલ ડેબ્યૂ માટે જી સિને એવોર્ડ પણ મળ્યો હતો.

ત્યારેબાદ એ ગોવિન્દા અને સોનાલી બેન્દ્રેની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા રહેતા હે’ માં સપોર્ટીંગ રોલમાં દેખાઈ. પરંતુ એ પોતાની બહેનની જેમ બોલીવુડમાં કોઈ ખાસ ઓળખ ના બનાવી શકી.રીન્કેનું બોલીવુડ કરિયર ઘણું નાં રહ્યું. એમણે ૪ વર્ષના કરિયરમાં લગભગ ૯ ફિલ્મોમાં કામ કર્યું. જેમાં ‘મુજે કુછ કહેના હે’ , ‘મજનૂ’ , ‘યે હે જલવા’ , ‘પ્રાણ જાયે પર શાન ના જાયે’ , ‘જંકાર બીટ્સ’ અને ‘ચમેલી’ જેવી ફિલ્મોના શામેલ છે. ફિલ્મોમાં આવતા પહેલા રીન્કે પહેલા લખતી હતી. એમનું સાચું નામ રીન્કલ હતું પણ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા એમણે પોતાના નામમાંથી એલ હટાવી દીધો, ત્યારથી એમનું નામ રીન્કે થઇ ગયું.

જયારે રીન્કે ને ફિલ્મોમાં સફળતા ના મળી તો એમણે ઘર વસાવવાનો નિર્ણય કર્યો. રીન્કે ખન્નાની છેલ્લી ફિલ્મ ‘ચમેલી’ હતી. એ પછી એમણે ફેબ્રુઆરી ૨૦૦૩ માં બિજનેસમેન સમીર સરન સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી રીન્કે એ બોલીવુડને હંમેશા માટે અલવિદા કહી દીધું અને પોતાના પતિ સાથે લંડનમાં શિફ્ટ થઇ ગઈ છે.લગ્નના દોઢ વર્ષ પછી એટલે કે ઓક્ટોબર ૨૦૦૪ માં એ પહેલી વાર માં બની, અને એમણે દીકરી નાઓમિકાને જન્મ આપ્યો. એ પછી રિંકે એ ૨૦૧૩ માં એક દીકરાને પણ જન્મ આપ્યો.હવે રીન્કે ખન્ના ફક્ત મોટા પડદાથી દૂર છે એટલું જ નહીં, એ લાઇમલાઇટથી પણ દૂર છે. રીન્કે પોતાના જીવન સાથે જોડાયેલ ખબરો ખુદ ક્યારેય શેર નથી કરતી, અને પોતાના અંગત જીવન વિષે પણ મીડિયામાં કાઈ નથી જણાવતી.જણાવી દઈએ કે સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પણ રીન્કે ઘણી હદ સુધી સક્રિય નથી રહેતી. એની સાથે જોડાયેલી અપડેટ એની બહેન ટ્વિન્કલ ખન્ના સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે, જેના લીધે રીન્કે ચર્ચામ આવી જાય છે.