કોરોના વેક્સીન લગાવ્યા બાદ પતિ-પત્ની બન્યા ચુંબક, શરીરે ચિપકવા લાગ્યા ચમચી, ફોન અને વાસણ…

કોરોના મહામારીના કારણે આખી દુનિયાના લોકોનું જીવન બદલાઈ ગયું છે. કોરોના કાળમાં લોકોને ખુબ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. બધા લોકો માટે કોરોના વાયરસ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આવા સમયમાં એક એવો મામલો સામે આવ્યો છે જે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. એક દંપતીની અંદર ચુંબકીય પ્રભાવ પેદા થવાનો કીસો સામે આવ્યો છે. દંપતીનું કેહવું છે કે કોરોના વાયરસની વેક્સીન લીધા પછી તેમના શરીરમાં ચુંબકીય પ્રભાવ  જોવા મળ્યો છે.



આ મામલો રાજસ્થાનના સીકર જિલ્લામાં રહેતા એક દંપતીનો છે. રાજકુમાર સોની અને તેની પત્ની પુષ્પા સોનીનો એવો દાવો છે કે કોરોના વાયરસની વેક્સીનના બે ડોસ લીધા પછી તેમનું શરીર ચુંબકીય બની ગયું છે. એમનું કેહવું છે કે અગર મોબાઈલ, ચમચી, પ્લેટ, થાળી, સિક્કા વગેરે શરીરના સંપર્કમાં આવે તો ચોટી જાય છે અને એમણે આ બધી વસ્તુની સાથે ફોટો પણ પાડ્યો છે.

સોશ્યિલ મીડિયા પર આ દંપતીના ફોટા ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. રાજકુમાર સોનીનું કેહવું છે કે તેમણે 16 મે ના દિવસે તેમની પત્ની સાથે કવિશિલ્ડ વેક્સીનનો બીજો ડોઝ લીધો. શરૂઆતમાં તો તેમને આ વાત પર બિલકુલ ધ્યાન નહિ આપ્યું પણ જયારે બે દિવસ પછી તેમના છોકરાના મોબાઈલ પર એક વિડિઓ આવ્યો હતો જેમાં માણસ દાવો કરી રહ્યો હતો કે તેના શરીરમાં ચુંબકીય પ્રભાવ પેદા થઈ રહ્યો છે અને આ વેક્સીન લીધા પછી થયું છે. ત્યાર બાદ રાજકુમાર સોનીએ તેના અને તેની પત્નીના શરીર પર લોખંડની વસ્તુઓ મૂકીને ચકાસણી કરી હતી, તો બને જણા પર લોખંડની વસ્તુઓ ચોટી જતી હતી.



સોશ્યિલ મીડિયા પર આ દંપતીનો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. જયારે આ વિડિઓની તાપસ કરી તો જોવા મળ્યું હતું કે આ દંપતીના શરીર પર વાસણો, મોબાઈલ અને અન્ય વસ્તુઓ ચોટી જતી દેખાય રહી છે. દંપતી દ્વારા વિડિઓમાં કરવામાં આવેલો દાવો સાચો જોવા મળ્યો હતો, પણ પતિ-પત્નીના શરીરમાં બીજી કોઈ પ્રકારની સમસ્યા જોવા મળી નથી. જયારે તેમના સગા-સંબંધીઓને આ વાતની ખબર પડી તો લોકો રાજકુમાર સોનીના ઘરે વાસણો અને અન્ય વસ્તુઓ ચીપકેલી જોવા આવા લાગ્યા હતા. પહેલા પણ ઘણા લોકોએ આ મામલા વિશે દાવો કર્યો હતો જેમ કે મહારાષ્ટ્રના નાસિક રહેવાસી 71 વર્ષીય અરવિંદ જગન્નાથ સોનારએ પણ આવો જ દાવો કર્યો હતો.