શિલ્પા શેટ્ટીના પતિ અને બિજનેસમેન રાજ કુંદ્રા પર ઘણી છોકરીઓ ગંભીર આરોપ લગાવી રહી છે. પોર્નોગ્રાફીક મામલામાં રાજ કુંદ્રાની ધરપકડ થયા પછી મોડલ પૂનમ પાંડે એ એક વિડીયો શેર કર્યો છે. જેમાં એમણે રાજ કુંદ્રા પર જોરદાર આરોપોનો વરસાદ કર્યો છે. પૂનમ પાંડે એ વિડીયોમાં રાજ પર ગંભીર આરોપ મૂકતા કહ્યું છે કે રાજે અશ્લીલ મેસેજ સાથે મારો નંબર લીક કર્યો હતો.
સોશ્યલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરતા પૂનમે કહ્યું કે વકીલોએ ના પાડ્યા છતાં પણ હું નિવેદન જારી કરી રહી છું. જો રાજ કુંદ્રા મારી સાથે આવું કરી શકે છે તો બીજા સાથે શું થઇ રહ્યું હશે. એનું ફૂલ સ્ટોપ ક્યાં છે એ નક્કી કરવું અશક્ય છે. એટલે હું એ છોકરીઓને વિનંતી કરીશ કે તમે પ્લીઝ બહાર આવો અને તમારી સાથે એવું કાઈ પણ થયું હોય તો અવાજ ઉઠાવો.
પૂનમે વિડીયોમાં આગળ કહ્યું કે જયારે મેં કોન્ટ્રેકટ સાઈન કરવાની ના પાડી તો એમણે મને ધમકી આપી. ધમકી એવી આપી હતી કે મારે એમનો નવો કોન્ટ્રેકટ સાઈન કરવો પડશે. એ જેવું કહેશે એવી રીતે શૂટ કરવું પડશે. ના પાડતા એમણે મારો ફોન નંબર એક મેસેજ સાથે લીક કર્યો. જેમાં લખ્યું હતું, કોલ મી નાવ, આઈ વિલ સ્ટ્રિપડ ફોર યુ’. એ પછી મને દુનિયાભરથી ફોન આવી રહ્યા હતા. મને ધમકીઓ મળી રહી હતી. મને યાદ છે કે એ સમયે હું છુપાઈને રહેતી હતી. હું ડરી રહી હતી કે મારી સાથે કઈક થઇ જશે.’

વિડીયોમાં એમણે આગળ કહ્યું કે અત્યારે મારું દિલ શિલ્પા શેટ્ટી અને એના બાળકો માટે દુઃખી રહ્યું છે. હું વિચારી પણ નથી શકતી કે શિલ્પા કેવી હાલતમાં હશે. એટલે હું આ અવસરનો ઉપયોગ એ રીતે કરીશ નહીં. બસ હું એક વાત કહેવા ઈચ્છીશ કે વર્ષ ૨૦૧૯ માં મેં રાજ કુંદ્રા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. રાજ કુંદ્રા વિરુદ્ધ ચોરી અને ફ્રોડનો બોમ્બે હાઈકોર્ટમાં કેસ પણ દાખલ કરાયો હતો. હજી આ કેસ કોર્ટમાં છે, એટલે હું એની પર ઓછી વાત કરવા ઈચ્છીશ. મને પોલીસ અને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે.

પૂનમ પાંડે એ એની પહેલા પણ રાજ કુંદ્રા પણ ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા અને પોલીસમાં ફરિયાદ દાખલ કરી કહ્યું હતું કે રાજ કુંદ્રા અને એમની કંપની ગેરકાનૂની રીતે એમના વિડીયો અને ફોટાનો ઉપયોગ કરી રહી છે.
યુટ્યુબરે પણ લગાવ્યા ગંભીર આરોપ
અમેરિકામાં રહેવાવાળી ફેમસ યુટ્યુબર પુનીત કૌરે પણ એક પોસ્ટ કરી રાજ કુંદ્રા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પુનીત કૌરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે રાજે એને પોતાની એપના વિડીયોમાં કામ કરવા માટે કહ્યું હતું.
એ સાથે એમણે ઈન્સ્ટા સ્ટોરી પર ઘણા ફોટા પણ શેર કર્યા છે. એના કેપ્શનમાં એમણે લખ્યું હતું મિત્રો તમને અમારો વેરીફાઈડ ડીએમ વિડીયો યાદ છે? જ્યાં એમણે મને હોટશોટ્સ માટે કામ કરવા માટે કહ્યું હતું. હું તો મરી જ ગઈ. ભગવાન કરે આ વ્યક્તિ જેલમાં જ સડે.