શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ લીધો મોટો નિર્ણય, પોર્નોગ્રાફીના લીધે છે ખૂબ જ પરેશાન

શિલ્પા શેટ્ટીના ઉદ્યોગપતિ પતિ રાજ કુન્દ્રા, જે એક સમયે સોશ્યલ મીડિયા પર ખાસ સક્રિય રહેતા હતા. હવે એમણે આ સોશ્યલ મીડિયાથી દૂરી રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ કુન્દ્રા એ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એકાઉન્ટ ડીલીટ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રાના નામે મળતા હોય એવા ઘણા એકાઉન્ટ સોશ્યલ મીડિયા પર છે. રાજ કુન્દ્રા એ આ નિર્ણય એવા સમયે લીધો છે જયારે એ અશ્લીલ ફિલ્મ કેસમાં ખરાબ રીતે ફસાયેલા છે.રાજે એની પહેલા ૧૫ ઓક્ટોબરના પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને પ્રાઈવેટ કર્યું હતું. રાજના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘રાજ કુન્દ્રા ૯’ ના નામે હતું અને એમના આ એકાઉન્ટ પર ૧૦ લાખથી વધારે ફોલોઅર્સ હતા.બિજનેસમેન રાજ કુન્દ્રા પોતાના આ એકાઉન્ટ પર ઘણીવાર ફની વિડીયો અને પરિવાર સાથે લેવામાં આવેલ ફોટા શેર કરતા હતા. ઘણા વિડીયો એમણે પત્ની શિલ્પા શેટ્ટી સાથે મળીને બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ટ્વીટર પર રાજ કુન્દ્રા ના સાત લાખથી વધારે લોકો ફોલો કરતા હતા. એમના ટ્વીટર હેન્ડલનું નામ ‘THE RAJ KUNDRA’ હતું. રાજ કુન્દ્રા આત્યારે પોતાને આ દુનિયાથી અલગ કરવા ઈચ્છે છે. જે રીતે એમની પર આરોપ લાગી રહ્યા છે. એવામાં સૌ કોઈ એમને સોશ્યલ મીડિયા પર સવાલ પૂછતા રહે છે.

તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ એ રાજને ૧૯ જુલાની રાતે અશ્લીલ ફિલ્મ નિર્માણ અને એપ દ્વારા એમનો પ્રસાર કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસએ લગભગ ૧૫૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. એમાં ૪૩ લોકોના નિવેદન દાખલ કર્યા હતા. આ ગવાહોની યાદીમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને અભિનેત્રી શર્લીન ચોપડા પણ શામેલ છે.રાજને ધરપકડ કર્યા પછી ૨૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, જે પછી ૨૭ જૂલાઈ કરી દેવામાં આવી હતી. પોલીસ કસ્ટડી ખત્મ થયા પછી મુંબઈ કોર્ટે રાજ અને રાયનને ૧૪ દિવસોની ન્યાયિક હિરાસતમાં મોકલવાના આદેશ આપ્યા હતા.

ખાસ વાત એ છે કે મુંબઈ કોર્ટથી જમાનત નામંજૂર થયા પછી રાજે બોમ્બે હાઈ કોર્ટએ અપીલ કરી હતી, એ સુનવાઈ પછી ડીસમીસ કરી દેવામાં આવી હતી. એ પછી ૨૧ સપ્ટેમ્બરના મુંબઈ કોર્ટે ૫૦ હજાર રૂપિયાના મુચલકે પર રાજની જમાનત મંજૂર કરી હતી. પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થયેલ રાજ કુન્દ્રા લગભગ ૨ મહિના સુધી જેલમાં રહ્યા હતા.રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફી કેસમાં નામ સામે આવ્યા પછી ફક્ત એમની ઈમેજ ખરાબ થઇ એવું નથી શિલ્પાની પણ ઈમેજ ખરાબ થઇ છે. શર્લીન ચોપડા એમની પર હજી સુધી આરોપ લગાવી રહી છે. એવામાં છેલ્લા થોડા દિવસોમાં શિલ્પા શેટ્ટી અને એમના પતિ રાજ કુન્દ્રા એ શર્લીન ચોપડા વિરુદ્ધ ૫૦ કરોડ રૂપિયાના માનહાનીનો મુકદમા દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો. એના જવાબમાં શર્લીન ચોપડાએ પણ રાજ કુન્દ્રા પર ૭૫ કરોડ ની માનહાની અને માનસિક પ્રતાડનાનો કેસ કર્યો હતો.શર્લીન ચોપડા રાજ પર ઘણા ગંભીર આરોપ લગાવી ચુકી છે. જણાવી દઈએ કે મલાડ પશ્ચિમમાં માલવાની પોલીસે એક બંગલા પર છાપો મારીને એપ પર અશ્લીલ વસ્તુઓ શેર કરવાના ગુનામાં પકડ્યા હતા. જોકે, રાજ કુન્દ્રા એ જમાનત દરમિયાન આરોપોને નકાર્યા હતા.