જેની આશીકીના આજે પણ દિવાના છે લોકો, આખરે કેમ ૧૪ વર્ષ પછી તૂટ્યું હતું એમનું ઘર, જુઓ

વર્ષ ૧૯૯૦ માં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં બધી સુપરહિટ રોમાન્ટિક ફિલ્મો બની. ખાન તિકડી એ પોતાના પગ જમાવી દીધા હતા. આ દરમિયાન એક ફિલ્મ એવી રહી જેણે ફક્ત રોમાન્સને નવી પરિભાષા આપી એટલું જ નહીં, પણ લોકોના દિલો પર પણ રાજ કર્યું. ફિલ્મનું નામ હતું આશિકી.ફિલ્મમાં રાહુલ રોય અને અનુ અગ્રવાલનો રોમાન્સ જોવા મળ્યો. એ લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો. આશિકી ફિલ્મના અભિનેતા રાહુલ રોય ૫૩ વર્ષના થઇ ચુક્યા છે.સિલ્વર સ્ક્રીન પર ભલે રાહુલ રોય એ પોતાના રોમાન્સનો જાદૂ વિખેર્યો અને આશિકી ફિલ્મથી લોકોના દિલો પર છવાઈ ગયા. પણ પોતાના અંગત જીવનમાં એમણે ઘણા ઉતારચડાવ જોવા પડ્યા.રિપોર્ટનું માનીએ તો એક સમયે પૂજા ભટ્ટ અને મનીષા કોઈરાલા જેવી અભિનેત્રીની સાથે રાહુલનું અફેયર હતું. પણ એમણે લગ્ન રાજલક્ષ્મી ખાનવિલકર સાથે કર્યા. રાજલક્ષ્મી એની પહેલા પ્રખ્યાત અભિનેતા સમીર સોની સાથે લગ્ન કરી ચુકી હતી અને એના છૂટાછેડા પણ થઇ ગયા હતા.જણાવી દઈએ કે રાહુલ રોય અને રાજલક્ષ્મીનો સંબંધ ૧૪ વર્ષ સુધી ચાલ્યો. પણ એ પછી બંને અલગ થઇ ગયા. કારણ સામે આવ્યું કે બંનેને પોતાના જીવનથી અપેક્ષાઓ અલગ હતી. ૧૯૯૮ માં રાહુલ રોય અને રાજલક્ષ્મી મુંબઈમાં એક પાર્ટીમાં મળ્યા. બંને વચ્ચે પ્રેમ વધ્યો અને વર્ષ ૨૦૦૦ માં રાહુલ રાજલેષ્મીએ લગ્ન કરી લીધા. રાહુલ રોયે એક ઈન્ટરવ્યું દરમિયાન પોતાના રીલેશન વિષે વાત કરતા જણાવ્યું હતું કે મારા દિલમાં એમના માટે ઘણું માન હતું, એ મને ત્યારે ના મળી જયારે મારું કરિયર પીક પર હતું, એ મને ત્યારે મળી જયારે મારું કરિયર નીચે જઈ રહ્યું હતું.અમારો સંબંધ શાનદાર હતો. મારાથી ૧૧ વર્ષ નાની હોવા છતાં પણ મને સંભાળ્યો.અમે વધારે સમય સાથે વિતાવવા ઇચ્છતા હતા, પણ એવું નહતું થઇ શકતું. એ ઓસ્ટ્રેલીયામાં એ સમયે સ્પા અને સલૂન ચલાવતી હતી, અને ત્યાં એનો મોટાભાગનો સમય વીતી જતો હતો. હું ત્યાં વર્ષમાં ચાર વાર જતો હતો અને એ પણ જયારે ભારત આવતી હતી તો ઓછામાં ઓછું એક મહિનો રોકાઈને જતી હતી.