ભારત એક ધાર્મિક દેશ છે અને દરેક વ્યક્તિ અલગ અલગ ધર્મનું પાલન કરે છે. આપણા દેશમાં અવારનવાર ચમત્કાર થતા રહે છે અને લોકોની આસ્થા ધર્મ સાથે જોડાયેલી છે. કેટલાક લોકો ચમત્કારોને પણ વિજ્ઞાનનું નામ આપી દે છે અને લોકોને છતરવાનું કામ કરે છે પરંતુ આજે તમને એક એવા શિવલીંગ વિશે જણાવીશું જેની સામે વિજ્ઞાન પણ ફીકુ પડે છે.
ભગવાન શિવના ઘણા મંદિર એવા છે જ્યાં થયેલા ચમત્કારને જોઇને વિશ્વાસ કરવા અશક્ય છે પરંતું તેવું ત્યાં થાય છે. મધ્યપ્રદેશના ખજુરાહોમાં સ્થિત મંદિરમાં અનોખી વાત છે. તેમાં રહેલ શિવલિંગ જીવીત શિવલિંગના નામે પણ જાણીતું છે. એવું માનવામાં આવે છે કે ત્યાં સાક્ષાત ભગવાન શિવનો વાસ છે.
આ મંદિરમાં શિલ્પ કળા ખુબ જ અદભૂત છે અને તેને વર્લ્ડ હેરિટેજનો ખિતાબ આપવામાં આવે છે. દુનિયાભરથી લોકો આ કલાકારી જોવા આવે છે. જ્યારે આ શિવલીંગની સ્થાપના કરવામાં આવી ત્યારે તેની ઉંચાઇ 9 ફૂટ હતી અને કહેવાય છે કે દરેક વર્ષે શિવલીંગની ઉંચાઇ વધતી જાય છે.
ટુરિઝમ ડિપાર્ટમેન્ટના લોકો પણ આ શિવલીંગ માપે છે અને હેરાન થઇ જાય છે કારણકે આ શિવલિંગ જેટલુ બહાર છે તેટલું જ અંદર પણ છે. શિવલિંગનો આકાર એક ઇંચ ઉપર વધે છે તો એક ઇંચ નીચે પણ વધે છે. પુરાણો અને ગ્રંથોમાં પણ આ શિવલિંગ વિષે એક કથા પ્રચલિત છે.
કહેવાય છે કે શિવજી પાસે એક મણિ હતી જે તેમણે યુધિષ્ઠીરને આપી હતી અને ફરતી ફરતી આ મણિ રાજા હર્ષ વર્મન પાસે પહોંચી. તેને સાચવવા માટે રાજાએ જમીનની અંદર આ મણિને દાટી દીધી જ્યાં એક ચમત્કારિક શિવલીંગની રચના થઇ અને તેને માતંગેશવ્ર નામથી ઓળખવામાં આવ્યું હતુ.
આ મણિના પ્રતાપે શિવલિંગનો આકાર દર વર્ષે વધતો જ જતો હતો અને કહેવાય છે કે ઉપરનો ભાગ સ્વર્ગ તરફ વધે છે અને નીચેનો ભાગ પાતાળ તરફ વધે છે. જ્યારે ઉપરનો ભાગ સ્વર્ગને અને નીચેનો ભાગ પાતાળ લોકને અડી જશે ત્યારે કળિયુગનો અંત થઇ જશે.
દુનિયાનું એકમાત્ર શિવલીંગ જેની સામે વિજ્ઞાન પણ પાણી ભરે છે, શું છે રહસ્ય
