લસણ ફોલવાની એવી રીત જે પહેલા ક્યારેય નહિ જોઈ હોય, એક વારમાં જ નીકળી જશે બધા ફોતરા

વાત એવી છે કે અત્યારે સોશ્યલ મીડિયા પર લસણ ફોલવાની એક અનોખી રીત વાયરલ થઇ રહી છે. આ નવી રીતથી તમારું લસણ એક વારમાં ફોલાઈ જશે. તમારે તમારા નખથી એક એક કળી ફોલવાની જરૂર નહી પડે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ આખો લસણનો ગાંઠિયો લે છે, અને એને ચાકૂથી વચમાંથી કાપે છે. એ પછી ચાકૂથી લસણને મારે છે. એનાથી લસણના ફોતરાં અલગ થઇ જાય છે.

આ ટ્રીક જોવામાં ખૂબજ સારી લાગે છે. લસણ ફોલવાની આ અનોખી રીત સોશ્યલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહી છે. એ ઈન્સ્ટાગ્રામ પર kandidwithfood નામના પેજે શેર કરી છે. જ્યાં એક તરફ લોકો લસણ ફોલવાનો આ વિડીયો લોકો પસંદ કરી રહ્યા છે તો કેટલાક એને ફાલતૂ જણાવી રહ્યા છે. ચાલો પહેલા તમે આ વિડીયો જોઈ લો.

આ વિડીયો જોયા પછી ઘણા લોકોએ આ રીતે લસણને ઘરે છોલવાની કોશિશ કરી. એવામાં કેટલાકને આવી રીતે સફળતા મળી જયારે કેટલાક ફેઈલ થયા. એક યુઝરે લખ્યું કે ‘મેં ઘરે આવી રીતે પ્રયત્ન કર્યો પણ આટલું ચોક્કસ રીતે ના થઇ શક્યું.’ તો એક અન્ય યુઝર લખે છે કે ‘મેં હજી આવી રીતે પ્રયત્ન નથી કર્યો, પણ એ સાચે જ કારગર થશે તો રસોડાની આ સમસ્યાનો ઉકેલ આવી જશે. લસણ ફોલવું એક કંટાળાજનક કામ છે.’

તો એક અન્ય યુઝરે લખ્યું કે આ એડીટેડ વિડીયો છે. જો તમે આવી રીતે ઘરે પ્રયત્ન કરશો તો તમને લસણમાં ફસાયેલ ફોતરાં જોવા મળશે. તમે વિડીયો ધ્યાનથી જોશો તો જોઈ શકશો કે લસણ પર ચાકૂ માર્યા પછી બેકગ્રાઉન્ડમાં રાખેલ ટ્રે જોજો. તમને સમજ પડી સમજ પડી જશે કે આ એક એડીટેડ વિડીયો છે.

તમે આ આ ટ્રીક ટ્રાય જરૂર કરજો. જો તમને આ પસંદ આવી હોય તો બીજા સાથે શેર જરૂર કરજો.