અળસીના બીજ પુરુષોમાં આ ૨ કેન્સરના જોખમને કરશે ઓછું, જાણો પુરુષો માટે અળસીના અન્ય લાભ

અળસીના બીજ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ માનવામાં આવે છે. અળસીને અંગ્રેજીમાં ફ્લેક્સસીડ કહેવાય છે. આયુર્વેદમાં અળસીના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. ઘણીવાર લોકો અળસીના બીજનું સેવન વજન ઓછું કરવા માટે કરે છે. આ રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. એટલું જ નહીં, મહિલાઓ જો અળસીનું સેવન કરે તો સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સરથી રક્ષણ થઇ શકે છે. ઘણી શોધમાં એ વાત પણ સામે આવી ચુકી છે કે અળસી નું તેલ ઘણા કેન્સરના જોખમને ઓછું કરી શકે છે. મહિલાઓ માટે અળસીનું તેલ એકદમ ફાયદેમંદ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે અળસીના બીજ અને તેલ પુરુષો માટે એકદમ લાભદાયી હોય છે? જી હા, પુરુષોમાં થતા પ્રોસ્ટેટ કેન્સર, પેટના કેન્સર થવાના જોખમને ઓછું કરી શકે છે. આવો જાણીએ, પુરુષોને કેવી રીતે ફાયદો આપી શકે છે અળસી ના બીજ ?

કેવી રીતે અળસીના બીજનું સેવનઅળસીનું તાસીર ગરમ હોય છે. એવામાં ઠંડીની ઋતુમાં એનું સેવન કરવું લાભદાયી હોઈ શકે છે. માર્કેટમાં અળસીનો પાવડર મળે છે. તમે એને શેકીને પણ પાવડર બનાવી શકો છો. આ પાવડર પાણી, સ્મૂદી, મિલ્કશેક કે કોઈ પણ પીણામાં અડધી ચમચી ઉમેરને પી શકાય છે. અળસીના બીજથી તૈયાર પાવડરથી લાડૂ બનાવીને સેવન કરી શકાય છે. સલાડ, સૂપ, દહીં, શાક, દલિયામાં આખા કે પાવડર ઉમેરીને ખાઈ શકાય છે.

અળસીના બીજમાં રહેલ પોષક તત્વોઅળસીમાં ઓમેગા – ૩ ફેટી એસીડ, એન્ટી ઓક્સીડેન્ટસ, ફાઈબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ, આયર્ન, ફોસ્ફરસ, જિંક, વિટામીન સી, બી ૬, થીયામિન, વગેરે હોય છે. સાથે જ શુગર, કેલરી, સ્ટાર્ચની માત્રા પણ ઓછી હોય છે. નિયમિત રીતે અળસીનું સેવન યોગ્ય માત્રામાં કરવાથી તમારી ઉંમર લાંબો સમય સ્વસ્થ રહી શકે છે.

પુરુષો માટે અળસીના ફાયદાજો કોઈ પુરુષને શારીરિક રીતે નબળાઈ અનુભવાતી હોય તો એ અળસીનું સેવન કરી શકે છે. ઓફિસનું કામ કરીને દિમાગ શરીર થાકી ચુક્યું હોય, શક્તિમાં ઘટાડો આવી ગયો હોય, તો અળસીના પાવડરનું સેવન કરો. તમે આખો દિવસ ઉર્જાવાન રહેશો. આ સેકસુઅલ સમસ્યાઓ, વિકારોને પણ દૂર કરી શકે છે. જોકે, કોઈ પણ પ્રકારની સેકસુઅલ સમસ્યા અને બીમારીઓનો ઈલાજ ડોક્ટર પાસે જ કરાવવો જોઈએ. તમે બસ આ સમસ્યાઓથી બચવા માટે અળસીનું સેવન કરી શકો છો. ઘણીવાર ૩૦ ની ઉંમર થતા થતા પુરુષોના વાળ ખરી જાય છે. જો તમે ઓછી ઉંમરમાં ટકલા નથી થવા ઇચ્છતા,તો અળસીનું સેવન નિયમિત કરો. વાળ મૂળથી મજબૂત થશે.

પુરુષોમાં ઇનફર્ટીલીટીની સમસ્યાથી કરે રક્ષણજો તમે ઇનફર્ટીલીટીની સમસ્યાથી બચવા ઈચ્છો છો તો અળસીનું સેવન કરી શકો છો. એ મેલ સ્પર્મની સંખ્યાને પણ વધારી શકે છે. એનાથી પ્રજનન ક્ષમતા વધારે સારી થઇ શકે છે. પુરુષોમાં થતા યુરીન ઇન્ફેકશન ને ઓછું કરે છે. ૧૦-૧૨ કલાક ઓફિસમાં બેઠા બેઠા ફાંદ બહાર આવી રહી હોય તો અળસીના તેલનું સેવન કરો. તમે સવારે ખાલી પેટ અળસી ખાઓ, પુરુષોમાં સ્થૂળતાની સમસ્યા દૂર થઇ શકે છે. નોંધ :તમે કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે અળસીનું સેવન ના કરો. અળસીનું સેવન કયા રોગમાં કેટલી માત્રામાં કેવું જોઈએ, એના વિષે નિષ્ણાંત પાસે સલાહ જરૂર લો.