કોઈને પણ પૂછવામાં આવે કે શું પ્રેશર કૂકરમાં રસોઇ કરવી ગમે છે કે પછી કઢાઈ માં ? તો તેનો જવાબ હશે કે પ્રેશર કૂકરમાં. જવાબનું કારણ પણ સ્પષ્ટ છે. કારણ કે, તેમાં ખાવાનું ઝડપથી બને છે અને બળતણની બચત પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને પ્રેશર કૂકરમાં ક્યારેય રાંધવી જોઈએ નહીં.
જો કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ખોરાક હંમેશા ઓછી આંચ પર રાંધવો જોઈએ. ત્યારે જ તેના પોષક તત્વો રહે છે અને તે વધારે આંચ પર ઉડી જાય છે. તો શું આનો અર્થ એ કે પ્રેશર કુકરમાં રાંધવામાં આવેલ ખોરાકમાં રહેલા પોષક તત્વો ઉડી જાય છે?
આ દાવો ઘણી વખત કરવામાં આવ્યો છે કે કૂકરમાં પ્રેશરના કારણે ખોરાક રંધાય છે. જેના કારણે ખોરાક ઓછો પોષક બને છે.
ચોખા
જ્યારે ચોખાને પ્રેશર કૂકરમાં રાંધવામાં આવે છે ત્યારે તે એક્રીલામાઇડ નામનું હાનિકારક કેમિકલ બનાવે છે. જે ઘણા રોગોનું કારણ બની શકે છે. જ્યારે આપણે પ્રેશર કૂકરમાં ચોખા રાંધીએ છીએ ત્યારે આપણે તેમાંથી પાણી કાઢતા નથી જેના કારણે તમને સ્થૂળતાની સમસ્યા થઇ શકે છે. ચોખાનું પાણી વજન વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જો તમે વજન વધારવા માંગતા ન હોવ તો પ્રેશર કૂકરમાં બનાવેલ ચોખા ખાવાનું છોડી દો. તેને તપેલીમાં રાંધો અને ખાઓ.
પાસ્તા
જેમ આપણે સૌ જાણીએ છીએ કે પાસ્તા સ્ટાર્ચથી ભરપૂર હોય છે. તેથી તેને પ્રેશર કૂકરમાં રાંધવા જોઈએ નહીં. તેના બદલે તેને હંમેશા કડાઈ અથવા પેનમાં બાફવા અથવા રાંધવા જોઈએ. પ્રેશર કૂકરમાં પાસ્તા ઉકાળવાથી ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને કેન્સર જેવા રોગો થવાનું જોખમ વધી જાય છે.
બટાકા
બટાકામાં સ્ટાર્ચ હોવાથી તેને કૂકરમાં રાંધવા જોઈએ નહીં. બટાકાને કૂકરમાં રાંધવાથી ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને કેન્સર જેવા અનેક ભયંકર રોગોનું જોખમ વધે છે. તેથી હવેથી યાદ રાખો કે પ્રેશર કૂકરમાં સ્ટાર્ચવાળી વસ્તુઓ ન બનાવો.