જયારે બકરી ચરાવનારનો છોકરો IPS બન્યો ત્યારે આખું ગામ જોવા નીકળ્યું , કંઈક આવી છે IPS પ્રેમસુખની સફળતાની કહાની…

તમે ગામમાં નાના બાળકોને પાલતુ પ્રાણીને ચરાવતા જોયા હશે. ગામડાના લોકો આખો દિવસ પશુને ચરાવીને તેના દૂધમાંથી પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હોય છે. પરંતુ ગામડાના આ જ નાના બાળકોની આંખમાં પણ મોટા-મોટા સપના હોય છે. આનું ઉદાહરણ રાજસ્થાનના બિકાનેર જીલ્લના નોખા તાલુકામાં આવેલ એક ગામ રાસીસરનો એક ગરીબ છોકરો છે, તેને સરકારી નોકરી કરવાનું સપનું જોયું હતું.

ગામડાનો આ છોકરો એક વાર નહિ પણ 12 વાર સરકારી ઓફિસર બન્યો હતો, પણ આ છોકરાને સૌથી મોટો ઓફિસર બનવું હતું. આ કહાની છે IPS ઓફિસર પ્રેમસુખ ડેલુંની. ડેલુંનો જન્મ 3 એપ્રિલ, 1998 માં થયો હતો. આ છોકરા પાસે સ્કૂલ જવા માટે પેન્ટ પણ હતું નહિ, એટલા માટે ચડી પહેરીને 8 ધોરણ સુધી સ્કૂલ ગયો છે. એની આ પરિસ્થિતિએ ડેલુંને અંદરથી મજબૂત બનાવ્યો હતો.



પ્રેમસુખનું કેહવું છે, ‘ત્યારે લોકો કહેતા હતા કે સિવિલ સેવાની પરીક્ષામાં હિન્દી માધ્યમથી સફળતા મેળવી મુશ્કેલ છે. એટલે મારી પાસે સાધનની કમી છે, પરંતુ સપના જોવામાં કોઈ પ્રતિબંધ નથી. મેં નાનપણમાં જ સિવિલ સેવામાં કેરિયર બનવાનું નક્કી કરી લીધું હતું, એટલા માટે હું પોતાને હંમેશા અભ્યાસમાં પોરવી રાખતો હતો. એક વાર મારા શિક્ષકે મને સલાહ આપી કે મારે આગળ ઘણા પડાવ પાર કરવાના છે, એટલે પોતાની હેલ્થનું ધ્યાન રાખ.

અમારા પરિવારમાં મારા મોટા ભાઈ એક જ કમાતા હતા, જે એક કોન્સ્ટેબલ હતા. તમે સમજી શકો છે કે એક કોન્સ્ટેબલનો પગાર કેટલો હશે, એમાં આવા મોટા પરિવારની જરૂરિયાત પૂરી કરવાની અને પરિવારનું ભરણપોષણ પણ કરવાનું હતું.



પ્રેમસુખ 6 વર્ષમાં 12 વાર સરકારી નોકરીમાં સફળ થયા છે. તેની પહેલી સરકારી નોકરી મેળવવાનો પ્રારંભ 2016 માં થયો હતો. સૌથી પહેલી નોકરી બિકાનેરના પટવારીના રૂપમાં મળી હતી. 2 વર્ષ સુધી નોકરી કરી અને મોટા ઓફિસર બનાવની મહેનત ચાલુ રાખી. પ્રેમસુખે ગ્રામસેવામાં બીજો નંબર મેળવ્યો હતો, પરંતુ ગ્રામસેવામાં જોડાયા નહિ, કારણ કે એ સમયે રાજસ્થાન અસિસ્ટંટ જેલનું પરિણામ આવી ગયું હતું, જેમાં પ્રેમસુખે ટોપ કર્યું હતું અને રાજસ્થાનમાં સબ ઇન્સ્પેક્ટરમાં પસંદગી થઈ.

પ્રેમસુખનું માનવું છે કે,’ અભ્યાસ હંમેશા ચાલુ રાખો, ત્યાં સુધી પાછળ ન ખસો જ્યાં સુધી સફળતા ન મળે’. ગુજરાતના IPS પ્રેમસુખ ડેલુંનું સપનું IAS બનવાનું રહ્યું છે. તેને ખાલી રાજસ્થાન જ નહિ પરંતુ આખા દેશ માટે પ્રેરણારૂપ બનવું છે.



જો આપણે પણ આમ જીવનમાં સફળ થવું હોય તો જીવનમાં અનેક મુશ્કેલીઓ આવશે, પણ તેનાથી હાર માનવાની જગ્યા પર તેની સામે લડવું પડશે. આવો જ એક સંદેશ પ્રેમસુખ આપણે આપવા માંગે છે.