100 રૂપિયા ભરીને મેળવો 16 લાખ રૂપિયા, આ કામ કરો થતઇ જશો માલામાલ!

જો તમે દર મહિને પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં 10 હજાર રૂપિયાનું 10 વર્ષ સુધી રોકાણ કરો છો તો તમને 10 વર્ષ બાદ 5.8 ટકાના વ્યાજદર પર 16 લાખથી પણ વધારે રૂપિયા મળશે.

કોઈ પણ રોકાણની સાથે રિસ્ક ફેક્ટર જોડાયેલું હોય છે. લોકો પોતાની ક્ષમતાના હિસાબથી રોકાણ કરે છે. જો તમે એ લોકોમાંથી છો જેમને રિસ્ક નથી લેવું તો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ તમારા માટે બેસ્ટ ઓપ્શન રહેશે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં રિસ્ક નહીં બરાબર છે અને રિટર્ન પણ સારૂ મળશે. અમે વાત કરી રહ્યા છીએ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટની (Post Office Recurring Deposit).

કઈ રીતે શરૂ કરી શકાય પોસ્ટ ઓફિસ RDમાં રોકાણ?



પોસ્ટ ઓફિસ RD ડિપોઝિટ એકાઉન્ટ અમારા વ્યાજદરની સાથે એક નાની સરકારી ગેરેન્ટી વાળી બચત યોજના છે. તેમાં તમે ફક્ત 100 રૂપિયાના નાના એમાઉન્ટથી પણ રોકાણ કરવાનું શરૂ કરી શકો છો. રોકાણની મેક્સિમમ લિમિટ નથી. તમે જેટલું ઈચ્છો તેટલા તેમાં પૈસા ભરી શકો છો.

આ સ્કીમ માટે એકાઉન્ટ પાંચ વર્ષ માટે ખોલાવી શકાય છે. જોકે બેન્ક છ મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ માટે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટની સુવિધા આપી રહી છે. તેમાં જમા પૈસા પર વ્યાજ કેલક્યુલેટ દર ત્રણ મહિને થાય છે અને તેને દર ત્ર મહિનાની છેલ્લે તમારા ખાતામાં એડ કરી દેવામાં આવે છે.

5.8% મળશે વ્યાજ

રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર હાલ 5.8 ટકા વ્યાજ મળે છે. આ નવા દર 1 એપ્રિલ 2020થી લાગુ થયા છે. ભારત સરકાર પોતાની નાની બચત યોજનાઓના વ્યાજદરને દર ત્રણ મહિને નક્કી કરે છે.

મળશે 16 લાખ રૂપિયા

જો તમે દર મહિને પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં 10 હજાર રૂપિયા સુધી રોકાણ કરો છો તો તમને 10 વર્ષ બાદ 5.8 ટકા વ્યાજદર પર 16 લાખ રૂપિયાથી પણ વધુ મળશે.

RD એકાઉન્ટ વિશે જરૂરી વાતો

ખાતામાં તમારે રેગ્યુલર પૈસા જમા કરતા રહેવું પડશે. જો તમે પૈસા જમા નથી કરી રહ્યો તો તમારે દર મહિને એક ટકા દંડ આપવાનો રહેશે. 4 હપ્તા ચુકવ્યા બાદ તમારુ ખાતુ બંધ કરી દેવામાં આવશે.

પોસ્ટ ઓફિસ RD પર ટેક્સ

રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવા પર TDS કપાય છે. જો ડિપોઝિટ 40,000 રૂપિયાથી વધારે છે તો 10 ટકા વાર્ષિકના હિસાબે ટેક્સ કપાશે. RD પર મળતા વ્યાજપર પણ ટેક્સ લાગે છે. પરંતુ જુના મેચ્યોરિટી એમાઉન્ટ પર ટેક્સ નહીં લાગે. જે રોકાણકારોને કોઈ ટેક્સેબલ ઈનકમ નથી તે ફોર્મ 15G ભરીને TDS પર છૂટ મેળવી શકે છે. જેવું કે FD માં થાય છે.

પોસ્ટ ઓફિસ ઉપરાંત સરકારી અને ખાનગી બેન્ક પણ રિકરિંગ ડિપોઝીટની સુવિધા આપે છે.