આ એક વસ્તુ તમને નથી થવા દે ક્યારેય ન્યૂમોનિયા, જાણી લો શું

આજે સમગ્ર દેશ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે ઘણા પેશન્ટને કોરોનાની સાથે સાથે ન્યૂમોનિયા પણ થઇ જાય છે જેના કારણે દર્દીની તબિયત વધારે બગડે છે. જો તમે આટલી વાતોનું ધ્યાન રાખશો તો તમે ન્યૂમોનિયા થવાથી બચી શકશો.

ન્યૂમોનિયા ફેફસામાં થતી એક બિમારી છે. જો તમને વધારે કફ કે શરદી થઇ ગઇ હોય તો તમને ન્યૂમોનિયા થવાની શક્યતા છે.

શું છે ન્યૂમોનિયા થવાનુ કારણબેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના કારણે ન્યૂમોનિયા થાય છે. ફૂગ માઇક્રો પ્લાઝમા વાયરસના કારણે ન્યૂમોનિયા થાય છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે. જેને પણ ન્યૂમોનિયા થાય છે તેને ખૂબ જ થાક લાગવા લાગે છે.

ન્યૂમોનિયા થવાની સંભાવનાઓ

એક સ્ટડી પ્રમાણે ન્યૂમોનિયા થવાની સંભાવનાઓ 2 વર્ષથી નાના બાળક અને 65 વર્ષથી વધુની ઉંમરના માણસોને વધુ રહે છે. જો તમને સતત થોડા દિવસ ખાંસી રહે છે તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જઇને તપાસ કરાવી લેવી જોઇએ.

ઘરેલૂ ઉપચારજે વ્યક્તિને પણ ન્યૂમોનિયા થયો હોય તેણે નાસ લેવાથી રાહત મળે છે. સાથે સાથે લ્યુક વોર્મ વોટરમાં મીઠુ ઉમેરીને કોગળા કરવાથી કે પછી આદુ અને મધની ચા પીવાથી ઘણી રાહત રહે છે.

વિટામિન સી તમારી ઇમ્યૂન સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે માટે જો તમે ન્યૂમોનિયા થયો હોય તો વિટામિન સીથી ભરપૂર ફળોનું સેવન કરવુ જોઇએ. જેનાથી તમને ન્યૂમોનિયામાં રાહત મળશે.

કોરોના વાયરસના કારણે લોકો પોતાની હેલ્થ માટે કોન્શિયસ થઇ ગયા છે અને તેના કારણે હેલ્ધી ખાવાનું પણ શરૂ કરી દીધુ છે. જો તમને કોઇ પણ બિમારી થાય તો વિટામીન સી ખાઓ અને સાથે ડૉક્ટરની સલાહ પણ લો.