પાયલટે જોયા એક સાથે ૧૨ UFO, ૩૯ હજાર ફીટની ઉંચાઈએ બનાવ્યો એનો વિડીયો, જુઓ તમે પણ

એલિયન્સને લઈને આપણી ધરતી પર ઘણા વર્ષોથી શંકા બનેલ છે. દુનિયાબહારના વૈજ્ઞાનિક એલિયન્સની શોધમાં લાગેલા છે. એને લઈને ઘણા પ્રકારના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. હવે હાલમાં જ એક પાયલટે પ્રશાંત મહાસાગરની ઉપર સંદિગ્ધ UFO ફ્લીટ જોવાની વાત કહી છે. એટલું જ નહીં, દુનિયા એમની વાતો પર વિશ્વાસ કરે એટલે એમણે સાબિતી રૂપે એક વિડીયો પણ શેર કર્યો છે, જે હવે સોશ્યલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.જોકે, આ વિડીયો કેટલો સાચો છે ,એની પુષ્ટિ નથી થઇ શકી.


વિડીયોમાં ૧૨ UFO દેખાઈ રહ્યા છે

મીડિયા રિપોર્ટનું માનીએ તો હાલમાં ઉડાનથી પાછા ફરેલા એક પાયલટે દાવો કર્યો કે એમણે પ્રશાંત મહાસાગરની ઉપર ઉડાન ભરતા સમયે એલિયન્સના વિમાન એટલે કે UFO પોતાની આંખો જોયા છે. જ્યાં તેઓ દેખાઈ રહ્યા હતા ત્યાં વધારે પ્રકાશ નહતો.

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે પ્રકાશ વાળા ડોટ્સ (ટપકા) ના ત્રણ સેટ ઘણી દૂરથી આવતા દેખાયા છે. શરૂમાં એમની સંખ્યા ૯ રહે છે, પછી એ ૧૨ થઇ જાય છે. વીડિયોના અંતમાં એક કે બે બિંદુ ફીકા પડી જાય છે.


૩૯ હજાર ફીટ પર બનાવવામાં આવ્યો છે આ વિડીયો

આ વિડીયોમાં સાંભળી શકાય છે કે પાયલટ પણ એકબીજા સાથે વાતો કરે છે. એક પાયલટે કહ્યું કે મને નથી ખબર છે કે એ શું છે? સૂત્રોનું માનીએ તો આ વિડીયો લગભગ ૩૯ હજાર ફીટની ઉંચાઈએ બનાવવામાં આવ્યો છે. એના ઓનલાઈન વાયરલ થયા પછી લોકોએ દાવો કર્યો કે વર્ષો પછી જોવામાં આવેલ આ સૌથી સારો અને મોટો UFO ફ્લીટ છે.


સોશ્યલ મીડિયા પર લોકોએ કર્યો ફ્લેયર્સ હોવાનો દાવો

તમને જણાવી દઈએ કે જયારે પણ કોઈ વિમાન પર હુમલો થાય છે તો એ ફ્લેયર્સ છોડીને એનાથી બચવાનો પ્રયત્ન કરે છે. એવામાં ઘણા લોકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે એ ફ્લેયર્સ છે, જે કોઈ વિમાન દ્વારા છોડવામાં આવ્યું હશે. પણ એમાં સૌથી મોટો સવાલ એ છે કે જો એ ફ્લેયર્સ છે તો આગળ કેમ વધી રહ્યા છે.

કારણકે સામાન્ય રીતે ફ્લેયર્સ થોડી જ વારમાં ગાયબ થઇ જાય છે. એ સાથે જ કેટલાક લોકોએ દાવો કર્યો છે કે બની શકે કે ત્યાંથી કોઈ બીજું વિમાન પસાર થઇ રહ્યું હોય, કારણકે પશ્ચિમી પ્રશાંત ક્ષેત્ર માછલી પકડવાની જગ્યા છે, જ્યાં ઘણા તેલ અને ગેસ કાઢવાના વિસ્તાર પણ છે.


મે માં થઇ હતી આવી અજીબોગરીબ ઘટના

ખાસ વાત એ છે કે એની પહેલા મે માં પણ અમેરિકી નૌસેનાના UFO જોયા હતા. જેની સીસીટીવી ફૂટેજ પણ જારી થયો હતો. આ દરમિયાન યુએસએસ ઓમાહા પાસે એક અજાણી વસ્તુ દેખાઈ. થોડી વાર એ સમુદ્રની સપાટી પર મંડરાતી રહી. એ પછી એ પાણીની અંદર ગાયબ થઇ ગઈ. એ પછી ઘણા નિષ્ણાંતો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે સમુદ્રની અંદર એલિયન્સની બેસ છે.