રસ્તા કિનારે અથાણું વેચવાવાળી મહિલા બની કરોડપતિ, મોદી પણ માને છે એનો જાદુ

મિત્રો, આ વાતમાં કોઈ બે મત નથી કે ભારત જ એક એવો દેશ છે, જેમાં સર્વાધિક જનતા ગામમાં જ રહે છે અને ખેતી તથા પશુપાલન પર નિર્ભર રહે છે. તમને જણાવી દઈએ કે ખેતરોમાં અનાજની ખેતીની સાથે સાથે ઘણા શાકભાજી પણ ઉગાડવામાં આવે છે. એવામાં પંજાબનો એક ખેડૂત મશરૂમની ખેતીથી વાર્ષિક કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે. તો એક મહિલા તો રસ્તા પર જ અથાણું વેચીને કરોડપતિ બની ગઈ. એવામાં એ કહેવું ખોટું નહિ હોય કે જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી હાર ના માનો. આજે અમે એક એવી મહિલા વિષે જણાવવાના છે.વાત એવી છે કે આજે અમે એક એવી મહિલા વિષે જણાવવા જઈ રહ્યા છે જે વધારે ભણી તો નથી, પણ એના મગજે એને જે સ્થાન અપાવ્યું એ એની ક્યારેય કલ્પના પણ નહતી કરી શકતી. આજે જે શોહરતની એ માલકિન છે,એ આઈડિયાથી તમને પણ તમારી મંજિલ સુધી પહોંચાડી શકે છે. આપણા દેશમાં ઘણા લોકો રોજગારીની શોધમાં બીજા શહેરો સુધી કે બીજા રાજ્યો તરફ જતા હોય છે. કેટલાક લોકો એવા પણ છે, જે બીજા શહેર તરફ પલાયન કરી ખુદનો વ્યવસાય શરુ કરે છે, એવા લોકોની દ્રઢતા અને હિંમતની સાચે જ દાદ આપવી પડશે. આજની કહાની એક એવી મહિલાની છે, જેમણે ઘરની આર્થિક સ્થિતિથી હેરાન થઈને ભારતની રાજધાની દિલ્લી તરફ પ્રયાણ કર્યું અને પોતાનિયા મજબૂત મનોબળથી સફળતાનો એક અનોખી સંસાર બનાવ્યો.તમારી માહિતી માટે જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રહેતાવાળી કૃષ્ણા યાદવ સફળતાની આસપાસ ફરી રહી છે. વર્ષ ૧૯૯૫-૯૬ ની વાત કરીએ તો કૃષ્ણાનો પરિવાર એક ખરાબ આર્થિક સંકટથી પસાર થઇ રહ્યો હતો. એમના પતિ પણ માનસિક રીતે ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, એવામાં પરિવારની સંપૂર્ણ જવાબદારીનો ભાર કૃષ્ણા પર આવી ગયો. જીવનના આ અઘરા સમયને પડકર તરીકે સ્વીકાર કરીને દિલ્લી તરફ જવાનું નક્કી કર્યું. પોતાની એક બહેનપણી પાસેથી ૫૦૦ રૂપિયા ઉધાર લઈને કૃષ્ણા પરિવાર સહીત દિલ્લી આવી ગઈ, એક નવી આશા અને વિશ્વાસ સાથે. શહેરમાં સફળતાથી રોજગાર મળવો સરળ નહતું. ઘણી મહેનત કરવા છતાં કોઈ નોકરી ના મળી. અંતે મજબૂરીમાં એમણે કમાન્ડે બીએસ ત્યાગીના ખાનપુર સ્થિત રેવવાલા ગામના ફાર્મહાઉસની દેખભાળ કરવાની નોકરી શરુ કરી.કમાન્ડે બીએસ ત્યાગીના ફાર્મહાઉસ માં નિષ્ણાંતના નિર્દેશનમાં બોર અને ચેરી ના બગીચા લગાવેલા હતા. એ સમયે બજારમાં આ ફળોની કિંમત પણ સારી મળતી હતી. એટલે વૈજ્ઞાનિકો એ કમાન્ડે બીએસ ત્યાગીને ફૂડ પ્રોસેસિંગ ટેકનીક વિષે જણાવ્યું. ફાર્મ હાઉસમાં કામ કરતા કરતા કૃષ્ણાને પણ ખેતી ગમવા લાગી, અને પછી એમણે વર્ષ ૨૦૨૧ માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ઉજવામાં ફૂડ પ્રોસેસિંગ ટેકનીકનો ત્રણ મહિનાનો કોર્સ કરવાનો નિર્ણય લીધો. આ માહિતીના સંબંધમાં તમારી શું પ્રતિક્રિયાઓ છે?