પારંપરિક પટારાને યાદ કરાવે તેવી કંકોત્રી! ગુજરાતી પિતાએ પુત્રના કર્યા એવા લગ્ન કે બોલીવૂડ પણ ફીકુ પડ્યું

રાજકોટ સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી અને સોનલબેન ઉકાણી ના સુપુત્ર જયના જાજરમાન શુભલગ્ન મોરબીની વિખ્યાત એવી આજવીટો ટાઈલ્સવાળા અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14-15-16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદ ભવન પેલેસ ખાતે થયા હતા. આ તે જ ઉમેદભવન પેલેસ છે જ્યાં જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાના લગ્ન થયા હતા.

ઉમેદભવનની ભવ્યતા



જોધપુરની ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી હોટેલ ગણવામાં આવે છે. અહીં 50 હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ ચાર્જ છે. કેટલીક કેટેગરીનાં રૂમનું ભાડું લાખોમાં છે. તો અહીંનાં હનીમૂન સ્યૂટનું ભાડું સાડા સાત લાખ પ્રતિ નાઈટ છે! આ મહેલનો અમુક ભાગ તાજ હોટેલ્સને સંચાલન માટે આપવામાં આવ્યો છે. આ મહેલનું નામ તેના અત્યારના માલિકના દાદા મહારાજા ઉમેદસિંહ પરથી રખાયું છે. આ પેલેસમાં 347 ઓરડાં છે અને તે જોધપુરના રાજ પરિવારનો શાહી નિવાસ છે. ઉમેદભવન પેલેસનું વૈભવી સંકુલ 26 એકરની જમીનમાં પથરાયેલું છે જેમાં 3.5 એકર પર મહેલ બંધાયેલો છે અને 15 એકર પર બગીચા છે.

3 દિવસના લગ્નના કાર્યક્રમો



કડવા પાટીદારઅગ્રણી મૌલેશભાઈ ઉકાણીના સુપુત્રના શુભલગ્નના ત્રણ દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમ કે,14મી નવેમ્બરે મહેંદી રસમ, ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાશે. તેમજ રાત્રીના સમયે જાણીતી સિંગર ઐશ્વર્યા મજમુદારે પર્ફોર્મન્સ આપ્યું. જયારે 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રીના બોલીવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સચિન જીગર સહિતના કલાકારો ધૂમ મચાવશે. જયારે 16મીએ જાજરમાન લગ્ન યોજાયા.

જોધપુર ખાતે યોજાનાર આ મહાલગ્ન સમારોહ પ્રસંગે ઉમેદ ભવન પેલેસ ખાતેના તમામ રૂમ બૂક કરી દેવાયા છે. તેમજ અહીંની એક રજવાડી ગણાતી અજીત ભવન પેલેસ ખાતેના પણ તમામ જેટલા રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. આ રજવાડી જેવા લગ્ન સમારંભ માટે રાજકોટથી 3 ચાર્ટર ફલાઈટ ડાયરેકટ જોધપુર રાજસ્થાન જશે. આ લગ્નમાં વર પક્ષ અને કન્યા પક્ષ સહિત કુલ ૩૦૦ જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે.

મોંઘીદાટ થાળી



ઉમેદ ભવન પેલેસ ખાતે મહેમાનો માટે ખાસ પ્રકારના ભોજનીયા પીરસવામાં આવશે. તેની એક થાળીની કિંમત . 18 હજાર રૂ. જેટલી થાય છે. લકઝરીથી લથબથ એવાં આ લગ્ન માટે રાજકોટથી સીધી જોધપુર માટે ત્રણ ચાર્ટર ફ્લાઈટ જશે- લગ્નમાં કન્યા -વર પક્ષનાં લોકો મળીને કુલ ૩૦૦ લોકોને આમંત્રણ અપાયું છે. કારણ કે, રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે.