પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. પત્ની ઘર છોડીને પિયર જતી રહી. ગુસ્સામાં તેણે રસ્તામાં જ તેના પતિને મેસેજ કર્યો, મારો ફોન નંબર તમારા મોબાઈલમાંથી ડીલીટ કરી દેજો, સામેથી પતિએ એવો જવાબ આપ્યો કે પત્ની પણ ચોંકી ગઈ

જોક્સ-૧

પત્નીએ સવારે ઉઠતા જ પોતાના પતિને પંખા સાથે દોરડું બાંધતા જોયો.

પત્ની (ગભરાઈને) : આ તમે શું કરી રહ્યા છો?

પતિ (દુઃખી સ્વરમાં) : તારી રોજ રોજ નવા કપડાં લેવાની ફર્માઈશથી હું કંટાળી ગયો છું, એટલે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.

પત્ની જોર-જોરથી રડવા લાગી અને બોલી,

એક સફેદ સાડી તો અપાવતા જાવ, નહીં તો તેરમાં પર શું પહેરીશ?

પતિ બેભાન થઇ ગયો.

જોક્સ-૨

લગ્ન બાદ યુવતી પહેલીવાર પોતાના પિયર આવી અને પોતાની માં ને કહ્યું,

મારી સાસરી વાળાને ઘડિયાળમાં સમય કેવી રીતે જોવો એ પણ ખબર નથી.

સાસુ, નણંદ બધા મને દરરોજ ૯ વાગ્યે ઉઠાડીને પુછે છે,

જરા જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?

જોક્સ-૩

મનુષ્ય : ભગવાન, છોકરીઓ હંમશા સારી હોય છે,

પણ પત્ની આટલી ખતરનાક કેમ હોય છે?

ભગવાન : કારણ કે છોકરીઓ હું બનાવું છું, અને પત્ની તમે બનાવો છો,

તમારી સમસ્યા, તમે જ સહન કરો.

જોક્સ-૪

પતિ-પત્ની વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી.

પત્ની ઘર છોડીને પિયર જતી રહી.

તે એટલી ગુસ્સામાં હતી કે તેણે રસ્તામાં જ તેના પતિને મેસેજ કર્યો,

મારો ફોન નંબર તમારા મોબાઈલમાંથી ડીલીટ કરી દેજો.

સામેથી રીપ્લાય આવ્યો : “તમે કોણ?”

જોક્સ-૫

હોસ્પિટલમાં એક મહિલાને ચોથું બાળક થયું.

નર્સ : અભિનંદન, ભગવાને તને દીકરો આપ્યો છે. તમે શું માંગ્યું હતું, દીકરો કે દીકરી?

મહિલા : બહેન મેં એમાંથી કાંઈ માગ્યું ન હતું.

હું તો નહાવા ગઈ હતી, ત્યારે તેના પપ્પા પાસેથી ટુવાલ માગ્યો હતો.

જોક્સ-૬

નોકરે એક ધૂળવાળા ગ્લાસમાં દુધ ભર્યું અને શેઠને કહ્યું : લ્યો શેઠજી દુધ!

શેઠની નજર તરત જ દુધના ગ્લાસ પર પડી અને તેઓએ કહ્યું :

અરે બેવકુફ! ગ્લાસ ધોયા વગર જ દુધ એમાં ભર્યું?

લ્યો, હમણાં ગ્લાસ ઘોઈ નાખું છું કહીને તેણે ગ્લાસનું દુધ એક તપેલીમાં ભર્યું અને ગ્લાસ ધોઈ નાખ્યો,

અને પછી પેલું જ દુધ ગ્લાસમાં ભર્યું અને શેઠને કહ્યું : લ્યો, દુધ શેઠજી!

જોક્સ-૭

રાજેશના પપ્પા એક રવિવારે તેને પોતાની સાથે લઈ ગયા.

ત્યાં રાજેશને એક જગ્યાએ ભાજીપાઉં ખવડાવ્યા.

રાજેશને મજા પડી ગઈ.

રાજેશના પપ્પાએ ઘીમેથી કહ્યું : રાજેશ! આજે આપણે ભાજીપાઉં ખાઘા તે વાત તું તારી મમ્મીને ન કરતો.

રાજેશે કહ્યું : પપ્પા! તમે એની જરાય ચિંતા ન કરતા.

હું આ વાત એકદમ ખાનગી રાખીશ. જુઓને મારી મમ્મી શાકભાજી લેવા જાય ત્યારે મને દરરોજ પાણી-પુરી ખવડાવે છે અને પોતે પણ ખાય છે,

છતાં આ વાત મેં અત્યાર સુધી તમને કરી નથી. કારણ કે તેણે પણ તમારી જેમ એ વાત ખાનગી રાખવાનું કહ્યું છે.

જોક્સ-૮

જો દુનિયા તમને એક આવારા, ચરિત્રહીન સમજવા લાગે,

તો તમે તમારી પત્નીના પગ દબાવવા બેસી જજો.

અને જો દુનિયા તમને નકામા અને અસમર્થ સમજે,

તો તમારા માં-બાપના પગ દબાવવા બેસી જજો.

જોક્સ-૯

A.C. ની હવા હાનિકારક છે.

આ વાત ફક્ત તે લોકો જ જાણે છે, જેમના ઘરમાં A.C. નથી.