વ્યક્તિના જીવનમાં ખુશીના આંસુ આવે તેવી ખુબ ઓછી ક્ષણ હોય છે અને તેમાંથી એક હોય છે માતા-પિતા બનવું. માણસ જ્યારે બાળકનો પિતા કે માતા બને છે ત્યારે તેની સાથે જવાબદારીઓ પણ વધે છે.
એક બાળકને ઉછેરવા માટે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવુ પડે છે કારણકે બાળકને સાચી શિક્ષા આપવી તે જ સૌથી અઘરુ કામ છે. ઘણીવાર એવું થાય છે અજાણતા જ બાળક સામે એવી વાત થઇ જાય છે જે તેના માનસ પટલ પર ખરાબ અસર કરે છે.
ઘરમાંથી બહાર નીકળી જા
બાળક તોફાની હોય ત્યારે માતા પિતા તેના પર એક લિમિટ પછી ગુસ્સો કરતા હોય છે અને બાળક તે ગુસ્સાને વધારવાનું કામ કરે ત્યારે તેને ગુસ્સામાં કહી દેતા હોય છે કે ઘરમાંથી બહાર નીકળી જા પરંતુ આ વાક્ય જો તેના મનમાં છપાઇ જાય તો તેના મન પર ખરાબ અસર પડી શકે છે.
કમ્પેરિઝન
ભારતીય માતા પિતાની એક ખરાબ આદત છે કે તે પોતાના બાળકની તુલના અન્ય બાળકો સાથે કરે છે પરંતુ આવું કરવાથી બાળક પોતાની ક્ષમતા પર સંદેહ કરે છે અને આગળ કંઇ જ કરી શકવાની ક્ષમતા ગુમાવી બેસે છે. દરેક વ્યક્તિને ભગવાને અલગ જ બનાવી છે માટે તેની તુલના કરવી નહી.
ઉતાવળ કર
બાળક જ્યારે શીખવાની ઉંમરમાં હોય ત્યારે તે ઘણી વસ્તુઓ ખુબ ધીમે કરતો હોય છે અને માતા પિતા તેનાથી ઇરીટેટ થઇને કહેતા હોય છે કે તુ ખુબ ધીમો છે કે ધીમી છે. આ પ્રકારનું સ્ટેટમેન્ટ બાળકને ખરાબ લાગી શકે છે અને તે આગળ જતા તકલીફ જ ઉભી કરશે.
તુ પેદા જ ન થયો હોત
બાળક ક્યારેય અક્ષમ્ય ભૂલ કરે ત્યારે તેને ગુસ્સામાં માતા પિતા કંઇ પણ કહી બેસે છે. બોલવામાં ભાન ન રાખીને ઘણીવાર એવું પણ કહી દે છે કે તું અમારા ત્યાં જન્મ્યો જ ન હોત તો સારુ હતુ, તારા જેવું સંતાન અમને ક્યાં આપ્યુ પરંતુ આવુ કહેવા કરતા તેને ભૂલ સમજાવો અને સુધારવા માટેની તક આપો.