તમે ઘણા સરકારી અધિકારી જોયા હશે, કે તેમના વિડીયો જોયા હશે જે તેમની પોઝિશનનો રોફ જમાવતા હોય. પરંતુ આજે અમે તમને ખૂબ જ દયાળુ દિલના જનસેવક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે લાંબા સમયથી બિમાર રહેતી વૃદ્ધ સ્ત્રીને નવું જીવન આપ્યું. વૃદ્ધ મહિલા તેમની માંદગીને કારણે ચાલવામાં અસમર્થ હતા. વૃદ્ધ મહિલાએ લાંબા સમયથી કંઇ ખાધું પણ ન હતું. અને આ પરિસ્થિતિમાં તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમને તેમની પાસે બોલાવી લે.
આ ઘટના છે તમિલનાડુના કરુર જિલ્લાની. અહીના કલેક્ટર ટી અંબાજગેનને આ વૃદ્ધ મહિલા વિશે જાણકારી મળી. અને તેઓ પોતાની જાતને રોકી શક્યા નહીં. કલેકટરે તેની પત્નીને રસોઇ બનાવવાનું કહ્યું અને તે રસોઈને ટિફિનમાં પેક કર્યા પછી, વૃદ્ધ મહિલાના ઘરે જવા નીકળ્યા. આ મહિલા ચિન્નમાલનીકિકેન પટ્ટી નામના સ્થળે તૂટેલી ઝૂંપડીમાં રહેતા હતા.
જેની પાસે પાડોસી પણ નહોતા જતા, ત્યાં પહોંચ્યા DM
તમને જણાવી દઇએ કે વૃદ્ધ મહિલાની આસપાસ રહેતા લોકો પણ તેમની નજીક જતા નહોતા. ન તો તે વૃદ્ધ મહિલાને કોઈ રીતે મદદ કરી રહ્યું હતું. પરંતુ જ્યારે કલેકટર તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમના મકાનની કાયાપલટ થઇ ગઈ. જે લોકો મહિલાના ઘરે જોવા પણ નહોતા જતા તે સૌ આશ્ચર્ય ચક્કિત થઇ ગયા કે આ મહિલાના ઘરે આટલા મોટા અધિકારી મહેમાન બનીને આવ્યા. વૃદ્ધ મહિલા પણ આ વાત પર વિશ્વાસ ના કરી શકી. તે પણ અચંબામાં પડી ગઈ. ત્યારે ડી.એમ.સાહેબે વૃદ્ધ મહિલાને કહ્યું કે “માતા, હું તમારા માટે મારા ઘરેથી જમવા માટે લાવ્યો છું, ચાલો આપણે સાથે જમીએ.”
જતા જતા વૃદ્ધ મહિલાને આપ્યા પેન્શનના કાગળ
તમને પણ જાણીને દુઃખની લાગણી થશે કે વૃદ્ધ મહિલાના ઘરે જમવા માટેના જરૂરી અને પૂરતા વાસણો પણ હતા નહીં. જ્યારે DM એ જમવાનું કહ્યું ત્યારે મહિલાએ જવાબ આપ્યો “સાહેબ, મારી પાસે અહીં વાસણો નથી, હું કેળાના પાન પર જ ખાઉં છું. આ સાંભળીને ડીએમએ કહ્યું કે આ ઘણી સારી બાબત છે. આ સાથે જ તેમણે પણ કેળાના પાન પર જમવાની ઇચ્છા વ્યક્ત કરી. આ પછી ડીએમ વૃદ્ધ મહિલા સાથે બેઠા અને જમ્યા પણ ખરા. રાત્રિભોજન કર્યા પછી ડીએમએ વૃદ્ધ મહિલાને વૃદ્ધાવસ્થા પેન્શનના કાગળો આપ્યા અને કહ્યું કે તમારે બેંકમાં આવવાની જરૂર રહેશે નહીં. તમને ઘરે જ પેન્શન મળી જશે. આટલું કહીને તેઓ પાચા પોતાની કારમાં બેસી ગયા. મહિલાએ ડીએમને જોતાં જ રહી ગઈ, અને સાથે આંખમાંથી આંસુ સારતી રહી.