ઝારખંડના પર્યાવરણ સંરક્ષક સિમોન ઉરાંવને પદ્મશ્રી સમ્માનથી નવાજવામાં આવ્યા છે. સિમોને જળ સંગ્રહ માટે એકલા ૬ ગામમાં તળાવ ખોદાવ્યા. એ સાથે જ ઝાડ લગાવીને એક અનોખી મિશાલ પેશ કરી.હવે ગામમાં ત્રણ પાક લેવાય છે. પર્યાવરણ સંરક્ષણ માટે સિમોનને પદ્મશ્રી આપવામાં આવેલ છે.
એક રીપોર્ટ અનુસાર, ૮૮ વર્ષના પદ્મશ્રી સિમોન ઉરાંવ હજી પણ રાંચીથી ૪૦ કિમી દૂર બેડો બજારમાં નળિયાવાળા ઘરમાં રહે છે. આર્થિક સ્થિતિ એમની ખૂબ જ ખરાબ થઇ ચુકી છે. એમના દીકરાને મજૂરી અને પૌત્રીઓએ બીજાના ઘરમાં કચરા પોતા કરવા પડી રહ્યા છે.
જોકે, અમુક મીડિયામાં ખબર છપાયા પછી એમનું વૃદ્ધા પેન્શન શરુ થઇ ગયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવાની પ્રક્રિયા પણ શરુ થઇ ગઈ છે. પણ આર્થિક તંગી હજી પણ એવી જ છે.
રીપોર્ટમાં તેઓ કહે છે અમે પહેલાથી જ આર્થિક તંગી સહન કરી રહ્યા હતા, પરંતુ પદ્મશ્રી મળ્યા પછી બોજ હજી વધી ગયો. અમને મેડલ અને પ્રશસ્તિ પત્ર મળ્યો. હવે લોકો આમંત્રણ આપે છે તો પોતાના ખર્ચે જવું પડે છે. લોકો ભેટ આપવા આવે છે તો એમાં પણ મારો જ ખર્ચ થઇ જાય છે.
રીપોર્ટમાં સિમોન તરફથી કહેવાયું છે કે એમણે પદ્મશ્રી માટે ના પાડી દીધી હતી. પરંતુ પછી એમને સમજાવવામાં આવ્યા. ત્યારે તેઓ માન્યા. એમને જળ પુરુષની ઉપાધી મળી છે. એમણે ૫ દશક સુધી કામ કર્યું. ડોક્યુમેન્ટરી કરી. રીસર્ચ કરવા દેશ વિદેશથી લોકો આવે છે.
પરંતુ હજી પણ તેઓ જડી બુટ્ટી વેચીને પરિવાર ચલાવે છે. જેમ તેમ જીવન જીવી રહ્યા છે. આર્થિક તંગીથી પીડાઈ રહ્યા છે.