ભારતમાં હાલ તૌકતે વાવાઝોડાના કારણે ખળભળાટ છે ત્યારે બીજુ એક સંકટ ગુજરાતના માથે ત્રાટકી શકે છે. તૌકતેના કારણે પોરબંદર અને દીવનો દરિયો ગાંડોતૂર બન્યો છે ત્યારે મે મહિના બાદ જૂનમાં અન્ય એક સંકટની આગાહી છે.
આંદમાન-નિકોબાર હિન્દ મહાસાગરની ખાડીમાં દરિયાનું પાણી હાલ તો શાંત છે પરંતુ દરિયાની ઉપર ખુબ તેજ તાપમાન છે જેના કારણે તેમાંથી વાવાઝોડુ ઉઠવાની શક્યતાઓ છે. આ વાવાઝોડુ બંગાળની ખાડીમાંથી આગળ જશે.
ભાવનગરના મહુવાથી પોરબંદર વચ્ચે વાવાઝોડુ લેન્ડ કરશે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ વાવાઝોડુ જમીન સાથે ટકરાશે ત્યારે 200 કિલો મીટર પ્રતિકલાકની ઝડપ હશે. દરિયામાં 2 મીટર સુધી મોજા ઉછળી શકે છે. એટલે અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, નવસારીમાં તૌકતે વાવાઝોડાની વધારે અસર જોવા મળશે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વાવાઝોડાની અસર દેખાશે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી છે. આ તમામ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તૌકતે વાવાઝોડાને તિવ્રતાને જોતા ગ્રેટ ડેન્ઝર સિગ્નલ જાહેર કરાયુ છે.
દરિયાનું તાપમાન વાવાઝોડામાં ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે. વાવાઝોડાની અલગ અલગ પેટર્ન હોય છે પરંતુ તૌકતેની પેટર્ન પર જ જુન મહિનામાં અન્ય એક વાવાઝોડુ ઉઠશે. હિન્દ મહાસાગરમાંથી તે વાવાઝોડુ બંગાળની ખાડીમાં આગળ આવશે.