બે લગ્ન અને નાબાલિગ ઉંમરમાં નોકરાણી સાથે સેક્સ, પડદાની પાછળ કાંઇક આવું રહ્યું છે ઓમ પૂરીનું જીવન

અભિનેતા ઓમપુરી બોલીવુડના ઉત્તમ કલાકારોમાં ગણવામાં આવે છે. સૌ કોઈ એમની એક્ટિંગના દિવાના છે. એમની ફિલ્મો સમાજને અલગ જ સંદેશ આપતી હતી. બોલીવુડથી લઈને હોલીવુડ જગત સુધી પોતાનું હુનર દેખાડી ચુકેલા ઓમ પૂરીનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૫૦ ના થયો હતો. અંબાલામાં જન્મેલા ઓમ પુરીનું બાળપણ તંગહાલીમાં વીત્યું. જેના લીધે એમને હોટલમાં વાસણ પણ ધોવા પડ્યા હતા. એમણે કોયલા વીણવાનું કામ પણ કર્યું. ફિલ્મોમાં આવ્યા પછી આ હુનરમંદ અભિનેતા એ ક્યારેય પાછળ વળીને નથી જોયુ.પોતાની એક્ટિંગથી લોકોને કાયલ કરવાવાળા આ અભિનેતાનું અંગત જીવન ઘણા વિવાદોથી ભરેલું રહ્યું. કહેવાય છે કે ઓમ પૂરી એ ફક્ત ૧૪ વર્ષની ઉંમરમાં પોતાની નોકરાણી સાથે સંબંધ બનાવી લીધો હતો. તમને જણાવી દઈએ કે ઓમ પૂરી એ બે લગ્ન કર્યા હતા. એમની બીજી પત્ની નંદિતા પુરીએ એમના ‘અન લાઈકલી હીરો : દ સ્ટોરી ઓફ ઓમ પૂરી’ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક આવ્યા પછી ઘણો વિવાદ થયો હતો.એમણે એમાં ઓમ પુરીને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા હતા. નંદિતા એ પોતાના આ પુસ્તકમાં અભિનેતાના બાળપણથી લઈને વૃદ્ધા વસ્થા સુધીના કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો હતો.આ પુસ્તકમાં એમણે લખ્યું હતું કે જયારે અભિનેતા ૧૪ વર્ષના હતા, તો એમણે ૫૫ વર્ષની એક નોકરાણી સાથે સંબંધ બનાવી લીધા હતા. જયારે આ કિસ્સા વિષે અભિનેતાને પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું હતું કે તમે મને એક વાત જણાવો, આમાં ૧૪ વર્ષના બાળકનો વાંક છે કે ૫૫ વર્ષની મહિલા નો? પુસ્તકમાં ઓમ પુરીની પત્નીએ ઉલ્લેખ કર્યો કે એક વાર મામાના ઘરે લાઈટ ગયા પચો નોકરાણી એ ઓમપુરીને પકડી લીધા હતા અને એમની સાથે સંબંધ બનાવ્યા. એટલુજ નહિ, નંદિતા એ એ નોકરાણીને જ ઓમ પૂરીનો પહેલો પ્રેમ પણ જણાવ્યો હતોએ સાથે જ એમણે પુસ્તકમાં લખ્યું છે કે ઓમ પૂરીના એક એવી મહિલા સાથે પણ સંબંધ હતા, જે એમના બીમાર પિતાની દેખરેખ કરતી હતી. એ સમયે અભિનેતાની ઉંમર ૩૭ વર્ષની હતી. આ વિષે ઓમ પુરીએ કહ્યું હતું કે મારા માટે એ નોકરાણી નહતી. એ અમારા ઘરે બધાની દેખરેખ કરતી હતી. મારા પિતાની ઉંમર લગભગ ૮૦ વર્ષ હતી અને કોઈ એમની દેખરેખ નહતું કરતું , એવા સમયે એ આવી હતી. એ એક તલાકશુદા હતી, અબે એ સમયે મારા લગ્ન નહતા થયા.ખાસ વાત એ છે કે ઓમપુરીએ જયારે પોતાના અંગત જીવનનું પુસ્તક વાંચ્યું તો એમને લાગ્યું કે ફેંસ વચ્ચે એમની હવે બેઈજ્જતી થઇ રહી છે. એમની આ બંને કહાનીઓએ ઓમપુરીનું માન ઘટાડી દીધું છે. આ વાતને લઈને નંદિતા અને ઓમપુરી વચ્ચે ઘણી દલીલ થઇ અને અંતે બંને અલગ થઇ ગયા.ઓમ પૂરી પોતાના અંગત જીવનમાં ઘણા દર્દમાંથી પસાર થયા છે. પોતાના જીવનના અંતિમ સમયમાં એ એકલા જ હતા. એક મોટા અભિનેતાનું આવી રીતે દુનિયામાંથી વિદાઈ લેવું બધા માટે દુઃખદાયી હતું. ‘અર્ધસત્ય’ થી લઈને ‘મકબૂલ’ અને ‘માચીસ’ જેવી એમની ફિલ્મો આજે પણ યાદ કરવામાં આવે છે. એમાં એમનો જોરદાર અભિનય જોવા મળે છે.