આ મંદિરમાં જૂતા ચપ્પલ ચડાવવાથી માનતા થાય છે પૂરી, કારણ છે ખૂબજ ખાસ

સામાન્ય રીતે લોકો મંદિરમાં દેવી કે દેવતા ની પૂજા કરવા જાય છે. એ સિવાય ભગવાનને ભોગ લગાવવા માટે જાય છે. પણ દેવીનું એક મંદિર એવું પણ છે જ્યાં શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્તિ માટે જૂતા ચપ્પલની માળા પહેરાવે છે. દેવીના આ મંદિરમાં શ્રદ્ધાળુઓ એવું કેમ કરે છે,અને આ મંદિર સાથે જોડાયેલી પરંપરાઓ શું છે, એ જાણીએ.

ફૂટવેર ફેસ્ટીવલનું થાય છે આયોજન



કર્ણાટકના ગુલબર્જ જીલ્લામાં લકમ્મા દેવીનું મંદિર છે. આ મંદિરમાં દર વર્ષે ફૂટવેર ફેસ્ટીવલનું આયોજન થાય છે. જેમાં દૂર દૂરના ગામથી લોકો માતાને ચપ્પલ ચડાવવા આવે છે. આ ફેસ્ટીવલમાં મુખત્વે, ગોલા બી, નામના ગામના લોકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે. કહેવાય છે કે દેવીનું આ મંદિર આ વિચિત્ર રીત રીવાજના લીધે ફેમસ છે.

થાય છે માનતા પૂરી



લકમ્મા દેવીના મંદિરમાં ફૂટવેર ફેસ્ટીવલ દર વર્ષે દિવાળીના છઠ્ઠા દિવસે આયોજિત કરવામાં આવે છે. મંદિર પરિસરમાં સ્થિત એક ઝાડ પર લોકો પોતાની માનતા પૂરી કરવા માટે જૂતા ચપ્પલ લટકાવે છે. માન્યતા એ પણ છે કે એવું કરવાથી ઘૂંટણ સાથે જોડાયેલી સમસ્યાથી છુટકારો મળે છે. સાથેજ ખરાબ શક્તિઓ હંમેશા દૂર રહે છે. એ સિવાય આ મંદિરમાં માંસાહારી અને શાકાહારી વ્યંજનોનો ભોગ લગાવવામાં આવે છે. હેરાનીની વાત એ છે કે આ મંદિરમાં મનોકામના પૂર્તિ માટે ફક્ત હિન્દૂઓ જ નહીં મુસ્લિમ સમાજના લોકો પણ આવે છે.