બોલો હવે રિલાયન્ટ ઇલેક્ટ્રિક કાર તરફ વધુ રહ્યું છે આગળ, ટૂંક સમયમાં જ આવી શકે છે નવા સમાચાર જાણો શું છે સમગ્ર બાબત…

મિત્રો તમે જાણતા જ હશો કે હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ખુબ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય લોકોને ખુબ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં લોકો પેટ્રોલ-ડીઝલ વાળા વાહનો કરતા ઇલેક્ટ્રિક વાહનો તરફ વધારે જઈ રહ્યા છે અને લોકો ઇલેક્ટ્રિક વાહનો લેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે વિશે તો સૌ કોઈ જાણે જ છે. આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે તે અદ્યતન કેમિકલ સેલ બેટરી સ્ટોરેજ અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ્સ માટે ગીગા ફેક્ટરીમાં રોકાણ કરવા જઈ રહી છે. ભારતીય નિર્માતાઓ ઇલેક્ટ્રિક વાહનો માટે સક્ષમ સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે ઘરેલું અને નિકાસ બંને માંગમાં ફાળો આપશે.

તાજેતરમાં યોજાયેલી રિલાયંન્સની વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના અધ્યક્ષ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના જામનગરની 5000 એકર જમીનમાં વીજળી સંગ્રહવા માટે કંપની સોલાર સેલ, મોડ્યુલો, હાઇડ્રોજન બળતણ કોષો વગેરે વિકસિત કરશે.

કોઈપણ ઇલેક્ટ્રિક વાહનના કુલ ખર્ચમાં લિથિયમ કોષો અને બેટરીઓ ખર્ચ 40% કરતા પણ વધારેનો હોય છે, ત્યારે આ ઘટકોનું સ્થાનિક ઉત્પાદન લાંબા ગાળાના ખર્ચને ઘટાડવામાં મદદ કરશે નહીં પણ નિકાસ પરની અવલંબન ઘટાડશે. ભારતના મોટા-મોટા ઉદ્યોગપતિઓ લિથિયમ આયન સંચાલિત ઇલેક્ટ્રિક વાહનો ઉપરાંત હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સંચાલિત વાહનોને પણ પ્રોત્સાહન આપવાનું પણ લક્ષ્ય ધરાવે છે.

અત્યાર સુધી ભારત દેશ એન્જિન, ટ્રાન્સમિશન, ઇન્ફોટેનમેન્ટ અને અન્ય સેમિકન્ડક્ટર આધારિત ઘટકો માટે બીજા દેશો પર નિર્ભર હતું જેના કારણે વાહનોના ભાવમાં ભારે વધારો થઇ રહ્યો હતો, પરંતુ હાલ કેન્દ્ર સરકારે ઑટોમેકર્સને સૂચના આપતા કહ્યું છે કે હવેથી આપણે બીજા દેશ પર નિર્ભર નથી રહેવાનું અને મેક ઈન ઇન્ડિયાને પ્રમોટ કરવાનું છે. આ સ્કીમને પ્રોત્સાહન આપવા માટે સરકારે અનેક સુવિધાઓ પણ આપી છે.

તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો નીચે કોમેન્ટ કરો જેથી આપણે તમારા વિચારો પર પણ ચર્ચા કરી શકીયે. આશા કરું છું કે તેમને આમારો આ લેખ પસંદ આવ્યો હશે. આવા જ અન્ય લેખ માટે અમારા પેજને લાઈક કરો અને ફોલો કરી લો આભાર!