આપને બધાને જ ખબર છે કે કેળા આપણા શરીર માટે ફાયદાકારક માનવ આવે છે. પણ શું તમને ખબર છે કે કેળાની છાલ પણ આપણી ત્વચાને માટે ફાયદાકારક સાબિત થાય છે? કેળાની છાલનો ઉપયોગ જાણવા માટે આ આખો લેખ ધ્યાનથી વાંચો.
એક્સપર્ટસ કેળાને એક સુપરફૂડ માને છે. કેળામાં તમને પોટેશિયમ, વિટામિન્સ, મિનરલ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. અગર તમે મોઢા પર થતા ખીલથી પરેશાન થઈ ગયા હોય તો તમે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. કેળાની છાલથી તમે ખીલની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. કેળાની છાલનો ઉપયોગ કરીને તમે તમારી ત્વચાને હેલ્થી અને ખૂબસૂરત રાખી શકો છો. કેળાના ગુણોના મદદથી તમે તમારી ત્વચાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો જોઈએ કે તમે કેળાની છાલનો ઉપયોગ કરીને કઈ રીતે ત્વચા સંબંધીત સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
દાગ ધાબા
કેળાની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે એટલે તમે કેળાની મદદથી દાગ ધાબાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. કેળાની છાલના ઉપયોગથી તમે ત્વચાને સમકદાર પણ બનાવી શકો છો. તમે કેળાની છાલને સીધી ગાલ પર ઘસી શકો અથવા કેળાની છાલને ઘસીને તેની પેસ્ટ બનાવીને પણ ગાલ પર લગાવી શકો છો. પેસ્ટ લગાવ્યા પછી થોડા સમય પછી મોઢું ઠંડા પાણીથી ધોઈ નાખવું.
ત્વચાની કરચલી
ત્વચાની કરચલી દૂર કરવા માટે તમે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. સૌ પ્રથમ કેળાની છાલને ગ્રાઈન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેવી, ત્યાર બાદ તે પેસ્ટમાં એક ઈંડુ નાખીને સરખી રીતે મિક્સ કરી લેવું. આ પેસ્ટને મોઢા પર 15-20 મિનિટ સુધી લગાવી રાખો અને ત્યાર બાદ ઠંડા પાણીથી મોઢું સાફ કરી લેવું. આ પેસ્ટના ઉપયોગથી તમે તામર મોઢા પરની કરચલી દૂર કરી શકો છો.
ડાર્ક સર્કલ
ઘણા બધા લોકોને આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ ગયા હોય છે જેના કારણે માણસ પોતાને કદરૂપું માનતુ હોય છે. પણ શું તમને ખબર છે કે તમે કેળાની છાલનો ઉપયોગ કરીને આ ડાર્ક સર્કલને દૂર કરી શકો છો અને બીજા લોકોની જેમ તમે પણ ખૂબસૂરત દેખાય શકો છો? કેળાની છાલના સફેદ રેશાની સાથે એલોવેરા જેલ મિક્સ કરો અને આંખોની નીચે લગાવો, થોડા સમય બાદ મોઢું ઠંડા પાણીથી સાફ કરી લેવું. આ પ્રોયોગ થોડા દિવસો સુધી નિયમિત રીતે કરવાથી તમને ફરક દેખાશે.