કેમ છો મિત્રો? આજના અમારા આ ખાસ લેખમાં તમારું સ્વાગત છે. તમે જાણતા જ હશો કે ભગવાન શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. આ ઉપરાંત કાન્હાની જીવનલીલા પરથી માણસને પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઇએ તેમના વિશે અનેક પ્રકારના ઉપદેશ પ્રાપ્ત થતા હોય છે. કાન્હાની શ્રીમદ ભાગવત ગીતા માંથી માણસે પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઇએ તેની વિષે જાણવામાં આવ્યું છે.
મનુષ્યના જીવનમાં આવતી દરેક સમસ્યાઓનો ઉકેલ શ્રીમદ ભાગવત ગીતામાં મળી જ રહે છે. ભાગવત ગીતામાં જણાવેલ દરેક પ્રકારના ઉપાય કરવાથી માનવના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાય રહે છે. મનુષ્ય હમેશ જ સુખી રહે છે.
આ સિવાય ભાગવત ગીતાના જ્ઞાન પરથી માણસના કામ, ક્રોધ, મોહ, લોભ અને અન્ય પ્રકારના વિકારો પણ દૂર થાય છે. તમે જાણતા જ હશો કે ઘરના વિકારોથી મનુષ્યના જીવનમાં કેટલાય નકારાત્મક વિચારો આવવા લગતા હોય છે. એવામાં ભગવાન શ્રીકૃષ્ણના કેટલાક ખાસ મંત્રોના જાપથી મનુષ્યના જીવનમાં સકારાત્મક ઉર્જા જળવાય રહે છે.
કહેવાય છે ને કે જીવનમાં ગમે તેવો કપરો સમય કેમ ન હોય પણ માણસે હંમેશ જ પોતાના વિચારો સકારાત્મક રાખવા જોઈએ આમ કરવાથી તેની અંદર કામ કરવાનો અને મુશ્કેલી સામે લડવાની એક નવી ઉર્જા આવતી હોય છે. એટલે મિત્રો હંમેશ જ પોતાના વિચારો મોટા અને સકારાત્મક રાખવા જોઈએ.
તો ચાલો આજના અમારા આ ખાસ લેખમાં અમે તમને કાઠિયાવાડની પંચાત દ્વારા પ્રસારિત આ લેખમાં એ મંત્રો વિષે થોડી જાણકારી આપી દઈએ.
कृं कृष्णाय नमः
આ મંત્ર ખુબ જ ખાસ છે અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા હંમેશ જ કહેવાય છે. આ મંત્રનું રીજબરોજ પઠન કરવાથી તમારા જીવનમાં ધનની પ્રાપ્તિ થશે. આ ઉપરાંત છેલ્લા કેટલાય વર્ષોથી તમારા અટવાયેલા નાણાં પરત પ્રાપ્ત થશે.
ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा
આ મંત્ર પણ ખુબ ખાસ છે તેના નિયમિત પઠનથી કાન્હાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ મંત્રને કાન્હાનો સપ્તાહ શબ્દ અક્ષર મંત્ર કહેવામાં આવે છે. આ મંત્રના પઠનથી મનુષ્યના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થઈ જાય છે.
गोवल्लभाय स्वाहा
એમ તો આ મંત્ર ખુબ જ નાનો છે પરંતુ તેની અસર ખુબ જ મોટી છે. આ મંત્રના નિયમિત પણે પઠનથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. આ મંત્રને ભગવાન શ્રીકૃષ્ણનો વૈવિધ્ય મંત્ર કહેવામાં આવે છે.
गोकुल नाथाय नमः
અહીં આ ખાસ મંત્રને શ્રી કૃષ્ણનો અર્થ અષ્ટાક્ષર મંત્ર કહેવામાં આવે છે. જે કોઈ પણ વ્યક્તિ કે સાધક કે પુરુષ કે મહિલા આ મંત્રનો જાપ કરે છે તે જીવનમાં ક્યારેય દુઃખી થશે નહીં.
क्लीं ग्लौं क्लीं श्यामलांगाय नम:
આ મંત્રના જાપ કરવાથી હંગવાન તમારા મનની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે. અને આ મંત્રનો દરરોજ જાપ કરવાથી માણસની આવકમાં નિયમિત રીતે વધારો થાય છે. તો ચાલો જતા જતા નીચે જય શ્રી કૃષ્ણ લખતા જજો આભાર!