‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ માં થઇ નવી એન્ટ્રી, શો માં બબીતાજીને ટક્કર આપતી દેખાશે અર્શી ભારતી

ટીવી જગતનો કોમેડી શો ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ ને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. આ શો દર્શકોને છેલ્લા ૧૩ વર્ષોથી મનોરંજન કરી રહ્યો છે. દર્શકો માટે હંમેશા શો માં કાંઇક નવું થાય છે. શો ના બધા કલાકારોની જોરદાર કોમેડી અને અને અંદાજ લોકોના દિલને સ્પર્શે છે. એ જ કારણ છે કે છેલ્લા ૧૩ વર્ષોથી આ ટીઆરપીમાં નંબર ૧ રહ્યો છે. તો મેકર્સ હવે શો માં દર્શકો માટે એક નવા કલાકાર લઈને આવ્યા છે.



એમ તો શો ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ માં સ્ટાઈલીશ અને ગ્લેમરની કમી નથી. શો માં મુનમુન દત્તા થી લઈને સુનૈના ફૌજદાર સુધી ઘણી જોરદાર ખૂબસૂરત અભિનેત્રીઓ છે. એમાં શો માં નવી સ્ટાઈલીશ અને ગ્લેમરસ અભિનેત્રીની એન્ટ્રી થઇ છે. આ અભિનેત્રી છે અર્શી ભારતી, જે ખૂબ જ ખૂબસૂરત છે.



તારક મેહતા માં જ્યારથી એન્ટ્રી થઇ છે, એ સતત ચર્ચામાં છે. એમની ખૂબસૂરતી અને સ્ટાઈલ માટે સોશ્યલ મીડિયા પર જોરદાર ચર્ચા થઇ રહી છે. અર્શી ભારતી દેખાવમાં એટલી ખૂબસૂરતી છે કે એમના ફોટા જોઇને તમે પણ હેરાન થઇ જશો. સોશલ મીડિયા પર પણ અર્શી ઘણી સક્રિય રહે છે ને પોતાના ગ્લેમરસ ફોટા શેર કરે છે.



અર્શી ભારતી ‘તારક મેહતા’ માં મેહતા સાહેબના બોસની સેક્રેટરી તરીકે દેખાઈ રહી છે. એમની એન્ટ્રી થતા જ ચર્ચા થઇ રહી છે. શો માં અર્શી, બબીતાજી એટલે કે મુનમુન દત્તને ટક્કર આપતા દેખાઈ રહી છે. એમનો અંદાજ અને સ્ટાઈલ જ એટલી ગજબની છે કે બબીતાજીને માત આપી રહી છે.



જણાવી દઈએ કે અર્શી ભારતી જમશેદપુરની રહેનારી છે અને એનું નામ નામ અર્શી ભારતી શાંડિલ્યા છે. અર્શી એ માર્કેટિંગ એન્ડ એડવરટાઈઝીંગ સાઈકોલોજી ફિલ્મ નિર્માણમાં સર્ટીફીકેટ છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે અર્શીની ઉંમર ફક્ત ૨૨ વર્ષની છે.



એ સાથેજ એમના કરિયરની વાત કરીએ તો એની પહેલા કૃતિ સેનન અને અર્જુન કપૂરની ફિલ્મ ‘પાનીપત’ માં દેખાઈ છે. આ ફિલ્મમાં એમણે કૃતિ સેનન ની મિત્રની ભૂમિકા દેખાઈ હતી. એ પછી એમણે પોતાનું ટીવી ડેબ્યૂ ‘તારક મેહતા’ માં કર્યું છે.