આગમાં તપીને જ સોનું કુંદન બને છે. વિપરીત પરિસ્થિતિમાં જ કોઈ વ્યક્તિની પ્રતિભા નિખરીને બહાર આવે છે. એવી કહેવત તો આપણે સૌ એ સાંભળી છે પરંતુ જેની પર વીતે છે એ જ સમજે છે કે શું હોય છે અભાવમાં જીવવું,ભણવું અને બધી મુશ્કેલથી જીતવું. ઝલાવર, રાજસ્થાનની નાઝિયાની કહાની પણ એવી જ છે.
ઇન્ડિયન એક્સપ્રેસ રીપોર્ટ અનુસાર, નાઝિયા પોતાના ગામ પચપહાડની પહેલી ડોક્ટર બનવાની છે. નાઝિયા એ નીટ પરીક્ષામાં ૬૬૮ રેન્ક મેળવ્યા, સરકારી કોલેજમાં એનો દાખલો નક્કી માનવામાં આવી રહ્યો છે. નાઝિયાના પિતા , ઇસમુદ્દીન ટેમ્પો ચલાવે છે અને માં અમીના પણ ખેતરમાં મજૂરી કરે છે. ગરીબી માતાપિતા એ દીકરીના ભણવાના રસ્તામાં પૈસાની કમીને કાંટો ના બનવા દીધો. દીકરીએ પણ માતાપિતાનું માન વધાર્યું અને સખ્ત મહેનત કરીને આજે સફળતા મેળવી.
માતાપિતા એ પરિવાર વિરુદ્ધ જઈએ દીકરીને ભણાવી
ન્યુઝ પેપર સાથે વાતચીતમાં નાઝિયા એ જણાવ્યું કે એમની સફળતાનો પૂરો શ્રેય એના માતાપિતાને જ જાય છે. પરિવારના અન્ય સભ્ય નાઝિયાની શિક્ષણ વિરુદ્ધ હતા, પરંતુ એના માતાપિતા એ એના શિક્ષણને જ મહત્વ આપ્યું.

નાઝિયા એ ૧૨ માં ધોરણમાં ૯૦% મેળવ્યા. એ પછી નાઝિયા એ એલન ઇન્સ્ટીટયુટ કોટામાં એડમીશન લીધું. નાઝિયા એ કોચિંગ અને સરકાર દ્વારા ૯માં ધોરણમાં મળેલ સાઈકલને પણ પોતાની સફળતા માટે મહત્વની જણાવી. વાત એવી છે કે ૮ માં ધોરણ પછી નાઝિયા ભવાનીમંડી રહેવા લાગી હતી અને એની સ્કૂલ દૂર પડતી હતી. સાઈકલને લીધે એ સરળતાથી સ્કૂલે જઈ શકી અને પોતાના સપના માટે મહેનત ચાલુ રાખી.
ચોથા પ્રયત્નમાં મેળવી સફળતા
નાઝિયા એ નીટના પહેલા ત્રણ પ્રયત્નમાં ૪૮૭, ૫૧૮ અને ૬૦૨ અંક મેળવ્યા, એની મહેનત અને લગન જોઇને કોચિંગ સંસ્થા એ ચોથા વર્ષમાં એની ૭૫% ફી માફ કરી દીધી.
નાઝિયા ને ૧૦ માં અને ૧૨ માં ધોરણમાં સ્કોલરશીપ મળી એનાથી પણ એનો આત્મવિશ્વાસ વધ્યો. સ્કોલરશીપના લીધે એના કોચિંગનો ખર્ચ નીકળી ગયો. PTI સાથે વાતચીતમાં નાઝિયા એ કહ્યું,’રાજ્ય સરકારની બંને સ્કોલરશીપ કોઈ વરદાનથી ઓછી નહતી.