આખરે શું થયું કૌરવોની વિધવા પત્નીઓનું મહાભારતના યુદ્ધ બાદ, વાંચો રોમાંચક કથા…

તમે બધા લોકોએ મહાભારતના યુદ્ધ વિશે તો સાંભળ્યું જ હશે, પણ શું તમને ખબર છે કે મહાભારતના યુદ્ધમાં કૌરવોની વિધવા પત્નીઓનું શું થયું હતું? જાણવા માટે આ લેખ આખો ધ્યાનથી વાંચો જેથી કરીને તમને ખબર પડે કે મહાભારતના યુદ્ધમાં કૌરવોની હાર બાદ કૌરવોની વિધવા પત્નીઓ સાથે શું થયું હતું. તો ચાલો જોઈએ.

મહાભારત ગ્રંથ અનુસાર મહાભારત યુદ્ધ પછી, પાંડવ પુત્ર યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા હતા. ત્યારબાદ પાંડવો તેમના મોટા પિતા ધૃતરાષ્ટ્ર અને માતા ગાંધારી અને કુંતીની સેવા કરતા હતા. પાંડવોની સેવાથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી કૌરવોની મૃત્યુના શોકમાંથી બાર આવા લાગ્યા હતા.એક દિવસ ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને કહ્યું કે, ‘ હે યુધિષ્ઠિર, અમારે હવે બાકીનું જીવન જંગલમાં વિતાવું છે, તો અમને જવાની આજ્ઞા આપો’. આ વાત સાંભળીને યુધિષ્ઠિરને ખુબ દુઃખ થયું, પરંતુ વિદુરના સમજવા પર યુધિષ્ઠિરે તેઓને જંગલ મોકલવાની તૈયારી કરી.

બીજા દિવસે ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી, વિદુર અને સંજયએ સંન્યાસીનો વેશ ધારણ કરી વનમાં ચાલ્યા ગયા. હસ્તીનાપૂરની પ્રજા પાંડવોથી ખુશ હતા, પરંતુ મહાભારત યુદ્ધ બાદ બધી વિધવા સ્ત્રીઓ શોકમાં રડતી હતી, જેમ દુર્યોધન અને કર્ણ જેવા યોદ્ધાઓની વિધવા પત્નીઓ પણ શોકમાં રડતી હતી.

કર્ણની પત્ની પાંડવોને ખુબ આદર કરતી હતી અને કર્ણનો પુત્ર પણ પાંડવોને ખુબ પ્રિય હતો. એક દિવસ અચાનક પાંચ પાંડવો અને દ્રૌપદી માતા કુંતીને મળવા જંગલ તરફ પ્રસ્થાન કર્યું, આ જોઈને હસ્તિનાપુરના લોકો પણ સાથે ગયા હતા, જેમાં વિધવા સ્ત્રીઓ પણ હતી.પાંડવોએ હસ્તિનાપુરના લોકો સાથે આશ્રમમાં રહેવાનું નક્કી કર્યું. થોડા દિવસ પછી મહર્ષિ વેદ વ્યાસ પાંડવોને આશ્રમમાં મળવા આવ્યા. બધા લોકોને શોકમાં જોઈને કહ્યું કે,’ તમે બધા જ લોકો દુ:ખી ના થાઓ, કારણ કે જે યોદ્ધાઓ વિરગતીને પામ્યા છે, તે બધા સ્વર્ગમાં કે અન્ય લોકમાં સુખેથી નિવાસ કરી રહ્યા છે’.

પરંતુ બધા લોકોનું દુઃખ અજુ પણ ઓછું થયું નહિ, આ જોઈને મહર્ષિ વેદ વ્યાસે બધાને કહ્યું કે,’ જો તમને મારી વાત પર વિશ્વાસ નથી, તો આજે રાત્રે હું બધાને તેમના પરિજનો સાથે મુલાકાત કરાવીશ’.  મહર્ષિ વેદ બધા લોકોને ગંગા કાંઠે લઈ ગયા અને પોતાની તપસ્વી શક્તિથી યુદ્ધમાં મૃત્યુ પામેલા તમામ યોદ્ધાઓને એક રાત માટે સજીવન કર્યા.

બધા લોકોએ પોતાના પરિજનો સાથે વાત કરી અને પછી બધા યોદ્ધાઓ અદ્રશ્ય થઈ ગયા. મહર્ષિ વેદ વ્યાસે વિધવા સ્ત્રીઓને કહ્યું કે,’ જે સ્ત્રીઓ જે સ્ત્રીઓ તેમના પતિ સાથે તેમના લોકમાં જવા ઇચ્છે છે, તે ગંગાના આ પવિત્ર જળમાં પોતાનું જીવન સમર્પિત કરી શકે છે’. આ વાત સાંભળીને બધી વિધવા સ્ત્રીઓ ગંગા જળમાં ડૂબકી લગાવીને પોતાનો જીવ ત્યાગ કર્યો હતો.