ઇન્ડીયન ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને ચેન્નાઈ સુપર કિંગ્સના કપ્તાન કુલ મહેન્દ્ર સિંહ ધોની પોતાની પત્ની સાક્ષી ધોની અને દીકરી જીવા ધોની સાથે જયપુરમાં કોંગ્રેસના નેતા પ્રફુલ પટેલના દીકરાના લગ્નમાં શામેલ થયા હતા. આ લગ્નમાં શામેલ એમએસ ધોની અને એમની પત્ની સાક્ષી ધોનીના ખૂબજ સુંદર ફોટા સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, બંનેના ફોટા લોકોને ખૂબજ ગમી રહ્યા છે.
એમએસ ધોની અને સાક્ષી ધોની બંને વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી. બંને એકબીજાથી નજર નથી હટાવી શકતા.

આ ફોટો સાક્ષી ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના ફેંસ સાથે શેર કર્યા છે. આ ફોટા જોઇને ફેંસ પણ ઘણા વખાણ કરી રહ્યા છે. સાક્ષી ધોની એ મહેન્દ્ર સિંહ ધોનીના ઠુમકા લગાવવાનો ફોટો પણ શેર કર્યો છે. બંને લગ્નમાં ફૂલ એન્જોયના મૂડમાં જોવા મળ્યા.

સાક્ષી ધોનીની છેલ્લા થોડા સમયથી પ્રેગનેન્સીની ખબર ખૂબ વાયરલ થઇ હતી, એવામાં એમનો આ ફોટો ખૂબ જ ખાસ છે.

મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી ધોનીના રોમાન્સમાં ડૂબેલા આ અંદાજવાળી ફોટો મીડિયામાં તેજીથી વાયરલ થઇ રહ્યા છે સાથે જ ફેંસ પણ એને ખૂબજ શેર કરી રહ્યા છે. સુંદર ડેકોરેશનમાં જીવાનો ફોટો એકદમ ક્યૂટ લાગી રહ્યો છે અને ફેન્સને ખૂબજ પસંદ આવી રહ્યો છે.