મોઢાનાં ચાંદાથી પરેશાન છો, તો જાણો કેવી રીતે તેમનાંથી છુટકારો પામી શકાય ?

મોઢાના ચાંદા ખૂબ દુખદાયક હોય છે. તમે દુખાવાને ઘટાડવા અને ઝડપથી સ્વસ્થ થવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવી શકો છો.

મોઢાના ચાંદા માટે મધ



મોઢાના ચાંદાની સારવાર માટે મધ ફાયદાકારક છે. આ માટે, મધમાં એક ચપટી હળદર મિક્સ કરીને ઉપયોગ કરી શકાય છે. તે મોઢાના ચાંદાને મટાડવામાં મદદ કરે છે.

મોઢાના ચાંદા માટે નાળિયેર તેલ



નાળિયેર તેલમાં એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણધર્મો તેમજ બળતરા વિરોધી ગુણધર્મો છે. તે દુખાવાથી તરત રાહત આપે છે. તે અસરવાળા ભાગમાં દિવસમાં ઘણી વખત લગાવી શકાય છે.

મોઢાના ચાંદા માટે એલોવેરાનો જ્યુસ



એલોવેરાનો જ્યુસ નિયમિત ઉપયોગ કરવામાં આવે ત્યારે મો મોઢામાં દુખાવો ઓછો કરી શકે છે. મોઢાના ચાંદામાંથી રાહત મેળવવા માટે, દિવસમાં બે વખત તમારા મોઢામાં એલોવેરાનો રસ લગાવો.

મોઢાના ચાંદા માટે તુલસીના પાન



ઔષધીય ગુણોથી સમૃદ્ધ તુલસી મોઢાના ચાંદાને અસરકારક રીતે મટાડવાનું કામ કરે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે. મોઢાના ચાંદાના દુખાવામાં રાહત મેળવવા માટે તુલસીના પાન ચાવવા અને દિવસમાં બે વાર ગરમ પાણીથી કોગળા કરવું.