હાય રે નસીબ : 3 દિવસના બાળકે માતાના કર્યા અંતિમસંસ્કાર, જોઇને તમારુ કાળજુ કંપી જશે

દેશમાં જ્યારથી કોરોના વાયરસ આવ્યો છે ત્યારથી સ્મશાનમાં એવા પ્રકારના દ્રશ્યો સર્જાય છે જે જોઇને કંપારી આવી જાય છે. હાલમાં જ એક મુક્તિધામમાં 3 દિવસના બાળકે પોતાની માતાને અગ્નિદાહ આપ્યો હતો.

ઇન્દોર શહેરમાં પ્રસુતાએ બાળકને જન્મ આપ્યો પરંતુ હોસ્પિટલની બેદરકારીના કારણે પરિસ્થિતિ બગડી હતી અને પ્રસુતાનું 3 દિવસની અંદર જ મોત નિપજ્યુ હતુ. 3 દિવસના બાળકે પોતાની માતાના અગ્નિસંસ્કાર કર્યા હતા. આ દ્રશ્ય જોઇને ત્યાં ઉભેલા બધાની આંખમાં આંસુ આવી ગયા હતા.

નવજાત શીશુએ આપ્યો અગ્નિદાહ

મંગળવારે સવારે મમતા નામની મહિલાના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. માતાના શબ પાસે પિતા 3 દિવસના બાળકને લઇ ગયા હતા અને 3 દિવસના બાળકે પોતાની માતાને અગ્નિદાહ આપ્યો હતો. આ કરુણદ્રશ્ય જોઇને લોકોની આંખો ભરાઇ આવી હતી.

પ્રસુતાના પરિવારજન સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, પ્રસુતા સાથે તેની સાસુ હોસ્પિટલમાં હતા પરંતુ ડૉક્ટર્સ સરખો રિસ્પોન્સ નહોતા આપતા. પ્રસુતાની હાલત ગંભીર હોવાની વાત કહી હતી પરંતુ બાદમાં ડૉક્ટર્સ વાત કરવા જ તૈયાર નહોતા.

પરિવારે જ્યારે કરગરીને વાત કરી ત્યારે પ્રસુતાને ઇન્દોરના હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. ઇન્દોર લઇ જતા રસ્તામાં જ તેનુ બીપી લો થઇ ગયુ હતુ અને હોસ્પિટલ પહોંચીને સારવાર શરૂ થઇ પરંતુ કમનસીબે તેનુ મોત નીપજ્યુ હતુ.

ડૉક્ટર્સની બેદરકારી

પરિવારના લોકોએ આ મોત માટે ડૉક્ટર્સને જવાબદાર ઠેરવ્યા હતા. પ્રસુતાના ફેફસામાં પાણી ભરાઇ ગયુ હતુ અને પરિવારના કહ્યાં અનુસાર તેઓ ઑપરેશન કરવા પણ તૈયાર નહોતા. બાળકના જન્મ બાદ પરિસ્થિતિ વધારે વણસી હતી પરંતુ ડૉક્ટર્સે માત્ર એટલુ જ કહ્યું હતુ કે, તમારી પુત્રવધુને વેન્ટિલેટર પર રાખી છે તે સિવાયની વાત કરવા તૈયાર નહોતા.

એક નાની બેદરકારીના કારણે નવજાત શિશુએ પોતાની માતાને ગુમાવી હતી અને એક પતિએ તેની પત્નીને ગુમાવવાનો વારો આવ્યો છે.