આદિપુરુષના જોવા માટે આવ્યા હનુમાનજી, થિયેટરમાં વાંદરાને જોઈને પ્રેક્ષકોએ લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા

પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ આજે 16 જૂન, 2023ના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ છે. ફિલ્મમાં પ્રભાસ અને સૈફ અલી ખાનની જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વાંદરો છે

પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ આજે 16 જૂન, 2023ના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ છે. ફિલ્મમાં પ્રભાસ અને સૈફ અલી ખાનની જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વાંદરો ફિલ્મ જોવા માટે થિયેટરમાં ઘૂસ્યો છે. ટ્વિટર પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક વાનર આદિપુરુષને જોવા માટે થિયેટરોમાં પ્રવેશતો જોવા મળે છે. આ વાંદરાને જોયા બાદ તમામ દર્શકો જય શ્રીરન-જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે હનુમાનજી પોતે આદિપુરુષને જોવા માટે સિનેમા હોલમાં આવ્યા છે. આવો એક નજર કરીએ આ વાયરલ વીડિયો પર.

હનુમાનજી થિયેટરમાં પહોંચ્યા આદિપુરુષ ફિલ્મમાં પ્રભાસ અને સૈફ અલી ખાન વચ્ચે જબરદસ્ત એક્શન સીન્સ જોવા મળી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક દર્શકો થિયેટરમાં એક સીટ પર ભગવા રંગનું કપડું મૂકીને હનુમાનજીને ત્યાં ફળો અને ફૂલો સાથે બેસાડી રહ્યા છે. આદિપુરુષના નિર્માતાઓએ તમામ થિયેટરોમાં હનુમાનજી માટે એક બેઠક ખાલી રાખી છે. અન્ય એક વિડિયોમાં પ્રેક્ષકો આદિપુરુષને જોઈને જય શ્રી રામનો નારા લગાવતા જોવા મળે છે. વાયરલ થયેલા વીડિયોમાં વાનર આદિપુરુષને જોવા માટે સિનેમા હોલમાં ડોકિયું કરતો જોવા મળે છે.

ગયા વર્ષે જ્યારે આદિપુરુષનું ટીઝર રિલીઝ થયું ત્યારે ફિલ્મને લઈને ઘણા વિવાદો ઉભા થયા હતા, આદિપુરુષમાં રાવણના લુકને લઈને ઘણો હોબાળો થયો હતો. જે બાદ મેકર્સે બંને ટ્રેલરમાંથી રાવણનો લુક જાહેર કર્યો નથી. એટલું જ નહીં ફિલ્મના VFX, હનુમાનજીનો લુક અને સીતા માતાનો લુક પણ વિવાદમાં આવ્યો હતો.