મિત્રો આપણે જાણીયે છીએ કે દરેક લોકોના ઘરમાં સવારે રોટલી તો બનતી જ હોય છે. જો તમે રોટલી બનાવતી વખતે મોણ ઉમેરો તો રોટલીની પૌષ્ટિકતા વધી જાય છે. રોટલી સરખી રીતે ફૂલેલી અને નરમ બને છે. પણ શું તમેં જાણો છો કે ઘઉં અને સોયાબિનને મિક્સ કરવાથી હેલ્થ સારી થાય છે અને રોટલીની પોષ્ટીકતા પણ વધે છે?
સોયાબિનમાંથી તમને પ્રોટીનની સાથે-સાથે અમીનો એસિડ,વિટામિન-કે, વિટામિન B12, થાયમીન, વિટામિન-સી, મૅન્ગેનીઝ, ફોસ્ફોરસ, કોપર, પોટેશિયમ, ઝીંક, સેલેનિયમ અને કેલિસ્યમ વગેરે જેવા પોષકતત્વો મળી રહેતા હોય છે. આ ઉપરાંત એન્ટી-ઓક્સિડન્ટ અને ફાઇબર્સ માટે સોયાબીન શ્રેષ્ઠ છે. સોયાબીનમાં રહેલું લેસિથિન આપણા શરીરની ત્વચા અને હૃદય માટે લાભદાયક સાબિત થાય છે.
જયારે પણ તમે રોટલીનો લોટ દળાવવા જાવ ત્યારે ઘઉંની સાથે સોયાબીન પણ મિક્સ કરવા જોઈએ જેનાથી તમારા શરીરને જરૂરી પોષકતત્વો મળી રહે. જો તમે 10 કિલો ઘઉં દળાવો છો તો તમારે 1 કિલો સોયાબીન મિક્સ કરીને ઘઉં દળાવવા જોઈએ. સોયાબિન મિક્સ કરાવથી તમારી રોટલી એકદમ નરમ બને છે અને રોટલી જરૂરી પોષકતત્વોથી ભરપૂર બની જાય છે.
ઘઉં અને સોયાબીનના લોટની રોટલી ખાવાથી તમને સાંધાના દુખાવાની સમસ્યા ક્યારેય નહિ થાય. દૂધ પીવડાવતી મહિલા અગર સોયાબીનનું દૂધ પીવે તો બાળકને પીવડાવા માટે સ્તનમાં દૂધનું પ્રમાણ વધી જાય છે. પ્રોટીન શરીરના વિકાસ માટે ખુબ જરૂરી હોય છે. ત્વચા, માંસપેશીઓ, નખ, વાળ વગેરેની રચના પ્રોટીન માંથી જ થાય છે. આ ઉપરાંત મસ્તિક, હૃદય, ફેફસા વગેરે મનુષ્યના આંતરિક અંગોની રચનામાં પણ પ્રોટીન ખુબ જરૂરી હોય છે. પ્રોટીનનો બેસ્ટ સ્ત્રોત છે સોયાબીન, ચણા, મસૂર, વટાણા, મગફળી અને અનેક પ્રકારની દળો વગેરે.

સોયાબીનમાં ફોસ્ફોરસ એટલું ભરપૂર માત્રમાં હોય છે કે તે મસ્તિષ્ક અને જ્ઞાન તંતુઓની બીમારી જેમ કે હિસ્ટીરિયા, યાદશક્તિની નબળાઈ, સૂકા રોગ અને ફેફ્સા સંબંધીત બીમારીઓમ ઉત્તમ રીતે કામ કરે છે. સોયાબીનમાં લેસિથિન નામનું એક પ્રદાર્થ હોય છે જે જ્ઞાન તંતુઓની બીમારીમાં ખુબ ઉપયોગી સાબિત થાય છે. જે લોકો શુદ્ધ શાકાહારી હોય છે એ લોકો માટે સોયાબીન શ્રેષ્ઠ વિકલ્પ છે.
સોયાબીનમાં 20 થી 22 ટકા સુધીની ચરબી હોય છે. સોયાબીનની ચરબીમાં 85 ટકા અસંતૃપ્ત ચરબી હોય છે જે હૃદય રોગીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. લેસિથિન હૃદયની નળીઓ માટે જરૂરી હોય છે. લેસિથિન હૃદયની નળીઓમાં કોલેસ્ટ્રોલને જમવાથી બચાવે છે જેના કારણે નળીઓમાં બ્લોકેજ નથી થતું.
તો મિત્રો આશા રાખું છું કે તમને અમારો આ લેખ પસંદ પડ્યો હશે અને આવાજ અન્ય લેખ અને જાણકારી દરરોજ મેળવવા માટે અમારા પેજને જરૂર લાઈક કરો અને અમારી પોસ્ટ શેર કરતા રહો આભાર!