બોલીવુડના ડિસ્કો કિંગ છે આ બાળક, કચરામાંથી ઉઠાવીને ઉછેરી હતી દીકરી, પડી ઓળખાણ?

સોશ્યલ મીડિયા પર અત્યારે બોલીવુડ કલાકારોના બાળપણના ફોટા શેર કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કોઈ ને કોઈ ફેન પોતાના મનગમતા કલાકારોના જૂના ફોટામાં કોઈ એવો ફોટો પેશ કરી દે છે, જેમાં એને ઓળખવા દર્શકો માટે ઘણું મુશ્કેલ થઇ જાય છે. એક એવો જ ફોટો આજે સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો. એવામાં રોજની જેમ અમે એક રમત રમીશું જેમાં તમારે ઓળખવાના બોલીવુડના અભિનેતાનું નામ. જણાવી દઈએ કે એમને બોલીવુડના ડિસ્કો ડાન્સર કહેવાય છે. સાથે જ એમના નેક કામ અને એમની ફિલ્મો હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે.અમે તમને એમનો એક ડાયલોગ સંભળાવીશું જો તમે આ ડાયલોગથી આ અભિનેતાને ઓળખી લો છો તો ઉત્તમ. પરંતુ જો ના ઓળખી શકયા તો આગળ જતા એમનું નામ જરૂર જણાવીશું, પણ એની પહેલા તમે એક વાર પ્રયત્ન જરૂર કરો. ડાયલોગ – સિર જિસકે આગે ના જુકે, વહ દરવાજા કિસી ઔર કા હોગા મેરા નહીં.. ઔર જો હર દરવાજે પર જુક જાયે વહ સિર કિસી ઔર કા હોગા હમારા નહીં..અમે જાણીએ છે કે જેવો તમે આ ડાયલોગ વાંચ્યો હશે આ અભિનેતાનું નામ તમારા મોઢા પર આવી ગયો હશે. પણ તેમ છતાં તમને એક વાર આ અભીનેતા સાથે મુલાકાત કરાવી દઈએ. જણાવી દઈએ કે ફોટામાં દેખાઈ રહેલ બાળક બીજું કોઈ નહીં પણ બોલીવુડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી છે.મિથુન ચક્રવર્તી એ પોતાના કરિયરમાં બોલીવુડને ઘણી સુપરહિટ ફિલ્મો ભેટમાં આપી છે. ૧૬ જૂન ૧૯૫૦ ના કોલકાતામાં જન્મેલા મિથુન ચક્રવર્તી એક દિવસ બોલીવુડના આટલા મોટા કલાકાર બની જશે, એ તો એમને પણ નહતી ખબર. શું તમે એ વાત જાણો છો કે મિથુનનું સાચું નામ ગૌરાંગ ચક્રવર્તી છે. મિથુનની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે અંગત જીવન પણ ખુશમિજાજ છે. મિથુન ત્રણ દીકરા અને એક દીકરીના પિતા છે. જણાવી દઈએ કે મિથુન એ કચરાના ઢગલા માંથી એક દીકરીને ઉઠાવી એનું જીવન ઉજાગર કરી દીધું છે. દીકરીની જેમ ઉછેરીને એમણે દીશાનીને મોટી કરી અને ખૂબ જ ભણાવી.