રોજીંદી મામૂલી ભૂલો બની શકે છે ગરીબીનું કારણ, જાણો એના વિષે અને આજે જ લાવો સુધારો

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ માં લક્ષ્મીને પ્રસન્ન કરી ઘરમાં ધનના અભાવને દૂર કરવા ઈચ્છે છે, પણ ઘણીવાર નાની નાની ભૂલોથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે. જો તમે પણ એમની કૃપા મેળવવા ઈચ્છો છો તો આજે જ આ ભૂલોને સુધારી લો.

જગત જનની માતા લક્ષ્મીને ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે જેની પર માતા લક્ષ્મીની કૃપા થઇ જાય, એના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી થતી. ચારે તરફ ખુશહાલી હોય છે. પણ જો માતા લક્ષ્મી રિસાઈ જાય, તો વ્યક્તિને ગરીબી સહન કરવી પડે છે. એ સાથે જ જીવનની બધી સમસ્યાઓ પણ એને ઘેરી લે છે અને એનું જીવન નર્ક સમાન થઇ જાય છે.

જોકે, આ સંસારમાં સૌ કોઈ માં લક્ષ્મીને પ્રસન્ન જ રાખવા ઈચ્છે છે. એના માટે પોતાની રીતે દરેક શક્ય પ્રયત્ન કરે છે. પણ ઘણીવાર આપણાથી જાણતા અજાણતા થયેલ ભૂલો માં લક્ષ્મીને રુષ્ટ કરી દે છે. જેના લીધે પરિવારને ગરીબી અને મુશ્કેલી સહન કરવી પડે છે. અહિયાં જાણો, એ ભૂલો વિષે, જે સુધારીને તમે પણ ધનની દેવી માં લક્ષ્મીની કૃપાના પાત્ર બની શકો છો.

આ ટેવો સુધારો કરવો જરૂરી



૧. જો તમે રોજ સવારે મોડે ઉઠો છો, તો એનાથી ઘરમાં ગરીબી આવે છે. સવારે સમયસર ઉઠો અને સ્નાન વગેરે કરીને નિયમિત રીતે પૂજા કરો અને ઘરમાં દીવો કરો.

૨. ઘરની સાવરણીને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે કારણકે સાવરણી ઘરની ગરીબીને જાટકીને બહાર કાઢે છે. સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ જેને કોઈ બહારના વ્યક્તિ ના જોઈ શકે. સાથે જ સાવરણીને ઓળંગવી કે પગ પણ ના મારવો જોઈએ.

૩. જો ઘરમાં જૂતા ચપ્પલ અને સમાન વીખરાયેલ રહે છે તો એ ટેવ પણ તરત જ સુધારો. માતા લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે. એ ત્યાં જ નિવાસ કરે છે, જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે.

૪. જો તમારા ઘરમાં કોઈ પણ બંદ ઘડિયાળ પડી હોય તો એને તરત જ ચાલુ કરાવી લો, અથવા એને ઉતારી લો. એનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

૫. જો તમારા ઘરમાં શ્રી યંત્ર છે તો એની નિયમિત પૂજા કરવી જોઈએ. જો પૂજા ના કરવામાં આવે તો પણ માં લક્ષ્મી નારાજ થઇ જાય છે કારણકે માતાને શ્રીયંત્ર અત્યંત પ્રિય હોય છે.

આ કામ નિયમિત રીતે કરો



૧. જયારે પણ તક મળે તો નિર્ધન કન્યાઓની મદદ કરો. એમના વિવાહ, ભણવા વગેરેમાં મદદ કરો. એનાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે.

૨. ઘરમાં કપૂર અને લવિંગથી સાંજની આરતી કરો. એનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે.

૩. ઘરમાં અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર મીઠાથી પોતું જરૂર કરો. એનાથી નકારાત્મકતા દૂર થવાની સાથે ઘરની બીમારીઓ ઓછી થાય છે.

૪. પહેલી રોટલી ગાયને ખવડાવો. એ સિવાય કોઈ જરૂરતમંદને ભોજન કરાવો. એનાથી માં લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.

૫. ગુલાબની ખુશ્બુવાળી અગરબત્તી માં લક્ષ્મીને ખૂબજ પસંદ હોય છે. શુક્રવારના દિવસે માતાની સામે એ અગરબત્તી કરો સાથે જ એમને ગુલાબ અર્પિત કરો. ગાયને ગોળ ચણા ખવડાવો.