આ 3 વસ્તુઓ ને પોતાની મહેંદી માં મિક્સ કરો, પછી જુઓ શું સુંદર ચઢશે વાળ ઉપર રંગ

સ્ત્રીઓ ને વાળ ને લઈ ને એક ખાસ ક્રેઝ રહે છે. એ પોતાના વાળ ને ઘણી રીતે સ્ટાઇલ આપી ને લગ્ન અથવા પાર્ટી માં હેડલાઇન્સ માં આવે છે. પરંતુ આ સ્ટાઇલ ને બનાવવા માટે એમને શું નથી કરવું પડતું. કોઈ પાર્ટી માટે તૈયાર થવા ની પહેલા સામાન્ય રીતે સ્ત્રીઓ વાળ માં મહેંદી લગાવે છે. જેનાથી લૂક સારું રહે છે, અને વાળ જોવા માં પણ સુંદર લાગે છે. વાળ જો સારા દેખાય તો સ્ત્રીઓ ની સુંદરતા માં ચાર ચાંદ લાગી જાય છે અને એમના ઘણા વખાણ થાય છે. જો તમે મહેંદી લગાવો છો તો આ ચાર વસ્તુ ને પોતાની મહેંદી માં મિક્સ કરો, પછી જો તમારા વાળ પર જે રંગ ચઢે છે એના વખાણ આખી પાર્ટી માં તમને સાંભળવા મળશે. પરંતુ આ વસ્તુ ને મહેંદી માં મેળવી ને લગાવવા થી તમારા વાળ ની ઉંમર પણ સારી થશે અને તમને ઘણી વાહ વાહ પણ મળશે.

હંમેશા સ્ત્રીઓ ને એ ફરિયાદ રહે છે કે મહેંદી લગાવવા થી એમના વાળ ડ્રાય થઇ જાય છે, જેને યોગ્ય કરવા માટે એ માર્કેટ માંથી ન જાણે કેટલો ખર્ચો વાળ ઉપર કરે છે. એમ તો સફેદ વાળ ને કાળા કરવા માટે ઘણા ઓપ્શન માર્કેટ માં છે, ક્યારેક ક્યારેક એ પ્રોડક્ટ થી વાળ ને હજુ વધારે નુકસાન થાય છે. મેંહદી લગાવવું સૌથી બેસ્ટ હોય છે, અને એ પણ એમાં કેટલીક વસ્તુઓ ને મિક્સ કરી ને લગાવો.

મેંહદી માં કોફી મિક્સ કરો

મહેંદી માં કોફી મેળવી ને વાળ માં લગાવવા થી વાળ નો રંગ ઘણો આકર્ષિત લાગે છે. આને તમે પાઉડર અથવા લિક્વિડ બન્ને રૂપ માં મિક્સ કરી શકો છો અને વાળ માં કલર કરવા ની સાથે સાથે સફેદ વાળ ને પણ સંતાડી શકો છો. આને ઉપયોગ માં લેવા માટે થોડા ગરમ પાણી માં કોફી પાઉડર નાખો અને ઠંડુ થવા ઉપર એને મેંહદી માં મિક્સ કરી દો.

મહેંદી માં ઈંડું મિક્સ કરો

ઈંડું વાળ ને પોષણ આપવા વાળું હોય છે અને એ તમારા વાળ ને ડ્રાય થતાં બચાવે છે. આવુ એટલા માટે કારણ કે ઈંડા માં પ્રોટીન, સિલિકોન, સલ્ફર, વિટામિન ડી અને વિટામિન ઈ હોય છે જે તમારા વાળ ને ભરપૂર પોષણ આપે છે. ઈંડું વાળ ને મુલાયમ અને બહાર ના રજકણ થી બચાવે છે. ઈંડા નુ પ્રોટીન કન્ટેન્ટ એટલે કે પીળું ભાગ વાળ ને મજબૂત બનાવે છે જ્યારે સફેદ ભાગ વાળ ને સાફ કરે છે. એમાં થોડી વાસ તો આવે છે પરંતુ વાળ શેમ્પૂ થી ધોયા પછી યોગ્ય થઈ જાય છે. જો તમે ઇચ્છો છો કે ઈંડા વાળી મહેંદી લગાવવા થી વાસ ન આવે તો તમારે આની અંદર વાળા ભાગ ને મેંહદી માં સારી રીતે મિક્સ કરો પછી લગાવો, એનાથી વાસ ઓછી આવશે.

મેંહદી માં ચા પત્તી મિક્સ કરો

મહેંદી માં ચ પત્તી મિક્સ કરવા ના વિશે તમે ઘણું સાંભળ્યું હશે પરંતુ આને યોગ્ય રીતે મિક્સ કરવા ની રીત કદાચ તમે નહીં જાણતા હોવ. પહેલા ચા પત્તી ને પાણી માં ઉકાળી લો પછી એને મહેંદી પાઉડર માં સારી રીતે મિક્સ કરી લો અને આખી રાત માટે છોડી દો. આના ઉપયોગ થી વાળ માં રુક્ષતા નહીં આવે અને ચા માં આવેલું ટેનિન તત્વ તમારા વાળ ને કોમળ પણ બનાવે છે.