દિવાળી પર મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ અચૂક ઉપાય, આખું વર્ષ નહીં થાય પૈસાની કમી

આ વર્ષ દિવાળીનો તહેવાર જલ્દી જ આવવાનો છે, માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ ઉપાય અપનાવતા હોય છે. એવું કહેવાય છે કે માતા લક્ષ્મીજી જો કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થઇ જાય તો એના જીવનમાં ક્યારેય ધનની સમસ્યા નથી ઉભી થતી. માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દિવાળીને સૌથી વધારે મહત્વ છે.

તમારામાંથી ઘણા લોકો એવા હશે જેમના મનમાં એ સવાલ આવતો હશે કે દિવાળી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ? દિવાળીના દિવસે જો શુભ મુહુર્તમાં યોગ્ય વિધિ વિધાનથી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો એનાથી આવતી દિવાળી સુધી માતા લક્ષ્મીજીની કૃપા રહે છે. જેનાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી, આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ કેટલાક સરળ વિષે માહિતી આપવા જઈ રહ્યા છે, જે કરીને તમે માતા લક્ષ્મીજીની કૃપા મેળવી શકો છો, આ ઉપાયો કરવાથી આખું વર્ષ તમે માલામાલ રહેશો અને દરેક ક્ષેત્રમાં કિસ્મતનો પૂરો સાથ મળશે.

આવો જાણીએ દિવાળી પર મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેના ઉપાય

જો તમે ઈચ્છો છો કે તમારી ઉપર દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ રહે તો એવી સ્થિતિમાં તમે દિવાળીના દિવસે બ્રહ્મ મુહુર્તમાં ઉઠી જાઓ, એ પછી પાણીમાં થોડું કાચું દૂધ, કાળા તલ અને ગંગા જળ ઉમેરીને સ્નાન કરો, એનાથી તમને લાભ મળશે, નહાયા પછી તમે નવા કપડા પહેરો, અને સૂર્ય દેવતાને જળ અર્પિત કરો. તમે જળની સાથે લાલ ફૂલ અર્પિત કરી શકો છો, એ પછી તમે આસોપાલવનું તોરણ બનાવો અને તમારા દરવાજા પર લગાવી દો. જો તમે ધન પ્રાપ્તિની કામના કરી રહ્યા છો તો તમે દિવાળીની રાતે મુખ્ય દરવાજાના ઉંબરે દીવા જરૂર કરો અને ઘરની આસપાસ જે પણ મંદિર હોય ત્યાં દીવા જરૂર કરો, એનાથી તમારી ઉપર દેવી દેવતાઓના આશીર્વાદ રહેશે.

જેવું કે તમે સૌ જાણો છો દિવાળીના દિવસે દીવાનું ઘણું મહત્વ માનવામાં આવે છે, એ દિવસે દીવા જરૂર કરવામાં આવે છે. જો તમે તમારા ઘરના આંગણામાં દીવા કરો છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આખી રાત એ દીવો ના બુજાવો જોઈએ, ઘરની આસપાસના ચાર રસ્તે રાતે દીવા જરૂર કરો, જો તમે એવું કરો છો તો એનાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે, એ સિવાય તમે બીલીના ઝાડ નીચે દિવાળીની સાંજે દીવો જરૂર કરો, એનાથી ભગવાન શિવજીની કૃપા મળે છે કારણ કેs બીલીપત્ર ભગવાન શિવજીને પ્રિય છે.

જો તમે મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમારા ઘરના પૂજા સ્થળે દીવા કરો અને આ દીવો આખી રાત રહેવો જોઈએ. તમે દિવાળીના દિવસે હનુમાન મંદિર માં તેલનો દીવો કરવાનું ના ભૂલતા, આ દીવામાં તમે એક લવિંગ પર ઉમેરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો, એ સિવાય તમે દિવાળીના દિવસે માતા લક્ષ્મીના કોઈ પણ મંદિરમાં ત્રણ સાવરણીનું દાન જરૂર કરો.