લોકો જે કામને ઘણા સમયથી કરતા હોય છે એ જ કામમાં સફળતા નથી મળતી અને બીજું કામ કરવાથી સફળતા મળતી હોય છે, આ સફળતા એટલી મોટી હોય છે કે લોકો માટે મિશાલ બની જાય છે. આવી એક ઘટના અહમદાબાદના પ્રફુલ બિલોરે સાથે બની હતી, જે અત્યારે MBA ચાવાળાના રૂપમાં ઓળખાય છે.
પ્રફુલ બિલોરેએ MBA અધૂરું છોડીને રોડ પર ચાનો થેલો ચાલુ કર્યો હતો. પ્રફુલની તન-તોડ મેહનત કરવા પછી પણ કેટની પરીક્ષામાં સારા માર્ક્સ નહિ આવતા પ્રફુલની આ ચાની દુકાન આજે લખો રૂપિયામાં કમાણી કરે છે અને વર્ષનું ટર્નઓવર કરોડોમાં પહોંચી જાય છે, જેના કારણે આજે પ્રફુલ બિલોરે ખુબ પ્રખ્યાત બની ગયો છે.
પ્રફુલ બિલોરીએ કીધું હતું કે એનું બીકોમ પૂરું થયા પછી ઇન્દોરમાં રહીને MBAમાં એડમિશન લેવા માટે કેટની પરીક્ષાની તૈયારી કરતો હતો, જયારે કે ત્રણ વર્ષ સુધી મેહનત કરવા પછી પણ કેટની પરીક્ષામાં એટલા માર્ક્સ આવ્યા નહિ, જેટલા કે ટોપ કોલેજમાં એડમિશન લેવા માટે જરૂરી હોય છે. આ કારણથી પ્રફુલે આગળ તૈયારી નહિ કરવાનો નિર્યણ લીધો.
જયારે કે પ્રફુલના માતા-પિતા ઇચ્છતા હતા કે પ્રફુલ કોઈ બીજી કોલેજમાં એડમિશન લઈને MBA પૂરું કરે, પણ પ્રફુલ આ વાત માટે તૈયાર થયો નહિ. પ્રફુલ જણાવે છે કે તૈયારી બંધ કરવા પછીએ ઘણા બધા શેહરોમાં ફર્યા હતો જેમાં દિલ્હી, મુંબઈ વગેરે પણ સામેલ છે. પ્રફુલને અમદાવાદ શહેર ખુબ પસંદ આવ્યું હતું, જેથી પ્રફુલે થોડા દિવસ અમદાવાદમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

પ્રફુલને આ સમય દરમિયાન વિચાર આવ્યો કે હવે કોઈ કામ શરુ કરવું પડશે, એટલે પ્રફુલે મકડોનલમાં નોકરી ચાલુ કરી હતી. આ નોકરીમાં પ્રફુલને એક કલાકના 37 રૂપિયા મળતા હતા અને પ્રફુલ દિવસમાં 12 કલાક નોકરી કરતો હતો.
પ્રફુલને નોકરી કરતા સમયે વિચાર આવ્યો કે એ આખી જિંદગી મકડોનલમાં નોકરી નહિ કરી શકે. આ નોકરીથી પ્રફુલની આખી જિંદગી નહિ નીકળી શકે. એટલા માટે પ્રફુલે પોતાનો ધંધો ચાલુ કરવાનો વિચાર કર્યો હતો, પણ ધંધો ચાલુ કરવાના પૈસા હતા નહિ. આવા સમયમાં પ્રફુલે એવો ધંધો ચાલુ કરવાનો વિચાર કર્યો જેમાં ઓછા પૈસાની જરૂર પડે.ત્યાર બાદ પ્રફુલે ચાનો થેલો ચાલુ કર્યો હતો. આ કામ માટે પ્રફુલે પોતાના પિતા પાસે 10 હજાર રૂપિયા ભણવાના નામ પર લીધા હતા. આ પૈસાથી પ્રફુલ ચાનો થેલો શરુ કર્યો હતો.
જયારે ધંધો ચાલુ કર્યો ત્યારે પહેલી વાર દૂધ લીધું તો એ દૂધ ખરાબ થઈ ગયું હતું અને પહેલી વાર ચા બનાવી ત્યારે ખાંડ વધારે પડી ગઈ હતી અને જેના કારણે પહેલા દિવસે એક કપ ચા વેચાય હતી. ધીમે ધીમે ચાનો ધંધો બરાબર ચાલવા લાગ્યો અને મહિનામાં 15 હજાર કમાતો હતો.
આ સમય દરમિયાન પ્રફુલ MBA અધૂરું છોડી દીધું હતું અને આ વાતનો તેના માતા-પિતાએ ખુબ વિરોધ કર્યો હતો, પણ પ્રફુલ પોતાના બીજા રસ્તા પર ચાલી ચુક્યો હતો. હવે પ્રફુલની ઓળખાણ MBA ચાવાળાના રૂપ થાય છે. પ્રફુલને લગ્ન માટે ચાનો ઓર્ડર મળતા હોય છે. પછી 2 વર્ષ પછી પ્રફૂલે પોતાનું કેફે ખોલી દીધું હતું. આટલું જ નહિ IIM કોલેજમાં એમને આમંત્રિત કરવામાં આવ્યા હતા.