પ્રપોઝ કરવા માટે એવો આઇડિયા લગાવ્યો કે દવાખાના ભેગું થવું પડ્યું, ગર્લફ્રેન્ડે ખખડાવી નાંખ્યો

લોકો પોતાના પ્રેમ સંબંધને એક અલગ મુકામ સુધી લઇ જવા માટે કંઇ પણ કરી છૂટતાં હોય છે. એક યુવકે પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા એવું કંઇક કર્યુ કે દવાખાના ભેગુ થવુ પડ્યું હતું.

અલગ પ્રકારનું પ્રપોઝલ

કંઇક અલગ કરવાની ચાહમાં લોકો સમુદ્રના ઉંડાણમાં ઉતરીને પ્રપોઝ કરે છે તો પહાડ પર ચડીને પણ પ્રપોઝ કરતાં અચકાતા નથી. તેવામાં એક શખ્સે પોતાની ગર્લફ્રેન્ડને એવી રીતે પ્રપોઝ કર્યું કે તેનો જીવ જતાં જતાં બચી ગયો.


હોસ્પિટલમાં જવું પડ્યું

એક રિપોર્ટ મુજબ, તે વ્યક્તિની ગર્લફ્રેન્ડે એક ટીવી શોમાં તે દિવસની આખી ઘટના કહી સંભળાવી હતી અને કહ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ તેને પ્રપોઝ કરવા જઇ રહ્યો હતો અને તેના માટે તેણે એક ખાસ તૈયારી કરી હતી. જોકે, આ તૈયારી વિશે તેને અગાઉથી કંઈ ખબર નહોતી. તેને પ્રપોઝના દિવસે જ ખબર પડી અને તે પછી બંનેએ હોસ્પિટલમાં બેસીને સમય પસાર કર્યો.

કંઈક આવી હતી બોયફ્રેન્ડની તૈયારી

તે વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડ માટે એક વીંટી ખરીદી હતી અને તે સાથે તે તેને પ્રપોઝ કરવાનો હતો. સામાન્ય રીતે લોકો પોતાના પાર્ટનરને રિંગ આપીને પ્રપોઝ કરે છે, પરંતુ આ વ્યક્તિએ ખૂબ જ અજીબ રસ્તો કાઢ્યો છે. તેણે રિંગને પોતાના પ્રાઈવેટ પાર્ટમાં ફસાવી દીધી હતી. તેની તૈયારી એવી હતી કે જેવી ગર્લફ્રેન્ડ સામે આવશે, તે જીન્સની ઝિપ ખોલીને પ્રાઈવેટ પાર્ટ બહાર કાઢશે અને રિંગ આપોઆપ બહાર આવી જશે, પરંતુ એવું થયું નહીં.


ત્વચા રિંગ સાથે અટવાઇ

ગર્લફ્રેન્ડે ટીવી શોમાં જણાવ્યું કે તેના બોયફ્રેન્ડે તેની ઝિપ રિંગ ખોલતા જ તેની સ્કિન સાથે તે ફસાઈ ગઈ હતી. ત્યારપછી તે દર્દથી બૂમો પાડવા લાગ્યો. બંનેએ લાંબા સમય સુધી ઝિપમાં ફસાયેલી ત્વચાને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયા. આ પછી મહિલા તેના બોયફ્રેન્ડને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ કોઈક રીતે તેના પ્રાઈવેટ પાર્ટને ઝિપમાંથી મુક્ત કરાવ્યો.

મહિલાએ તેના પ્રેમીને ખખડાવ્યો

આ મૂર્ખ વિચાર માટે મહિલાએ તેના પ્રેમીને ખૂબ ઠપકો આપ્યો. તેણે કહ્યું, ‘અમે આખી રાત હોસ્પિટલમાં રોકાયા, બીજા દિવસે મેં તેને સખત ઠપકો આપ્યો. મેં તેને પૂછ્યું કે તમે મને કેવી રીતે પ્રપોઝ કર્યું તે વિશે મારે મારા માતા-પિતા અને મિત્રોને શું કહેવું?’ ગર્લફ્રેન્ડે કહ્યું કે તેની ઈચ્છા એવી ખુશહાલ જિંદગી જીવવાની છે, જેમાં બાળકો પણ હોય, પરંતુ જો ભવિષ્યમાં મારો બોયફ્રેન્ડ પણ આવું કૃત્ય કરશે તો કદાચ મારી ઈચ્છા પૂરી નહીં થાય. મેં તેને સ્પષ્ટપણે કહ્યું કે તેનો વિચાર વાહિયાત હતો અને મને તે બિલકુલ ગમ્યો ન હતો.