ગુફી પેન્ટલની અંતિમ વિદાય વખતે ઉમટેલી ભીડ, સિતારાઓની આંખો ભીની થઈ ગઈ, નજીકના લોકો રડી-રડીને હાલત ખરાબ થઇ

ટીવી સીરિયલ ‘મહાભારત’માં શકુની મામનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલા ગુફી પેન્ટલ હવે આ દુનિયા છોડી ચૂક્યા છે. અભિનેતાના નજીકના અને મિત્રો રડીને ખરાબ હાલતમાં છે. ગુફી પેન્ટલને સ્વાસ્થ્ય સમસ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે 5 જૂન સોમવારના રોજ તેમનું નિધન થયું છે.

અભિનેતા ગુફી પેન્ટલના અંતિમ સંસ્કાર આજે સાંજે કરવામાં આવ્યા હતા. આજે સવારે તેમનું નિધન થયું હતું. તેઓ 79 વર્ષના હતા. અભિનેતાના અંતિમ સંસ્કાર સંબંધિત વિધિ તેમના ભાઈ કંવરજીત પેન્ટલ અને પુત્ર હેરી પેન્ટલ દ્વારા કરવામાં આવી હતી.

ગુફી પેન્ટલની અંતિમ વિદાયની તસવીરોમાં તેનો પરિવાર અને મિત્રો નજરે પડે છે. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ અંતિમ દર્શન કરવા માટે સ્મશાનગૃહ પહોંચ્યા હતા. બધાની આંખો ભીની હતી.

ગુફી પેન્ટલને કિડની અને હૃદયની સમસ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની હાલત અત્યંત નાજુક હતી. આજે સોમવારે તેમના પરિવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

ગુફી પેન્ટલે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ‘બહાદુર શાહ ઝફર’, ‘મહાભારત’, ‘કાનૂન’, ‘CID’ જેવા ઘણા લોકપ્રિય શોમાં જોવા મળ્યો હતો. ગુફી પેન્ટલે વર્ષ 1975માં ફિલ્મ ‘રફુ ચક્કર’થી અભિનયની સફર શરૂ કરી હતી. આ પછી તે ‘દિલ્લગી’ ‘સુહાગ’ અને ‘દેશ પરદેશ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

ગુફી પેન્ટલને બીઆર ચોપરાની ‘મહાભારત’માં શકુની માની ભૂમિકા ભજવવા માટે યાદ કરવામાં આવે છે. તેણે શકુની માના પાત્રને પોતાના અભિનય કૌશલ્યથી જીવંત બનાવ્યું.