ટીવી દુનિયાના સૌથી લોકપ્રિય સીરીયલ ‘મહાભારત’ માં ભીમની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે મશહૂર થયેલ અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થઇ ગયું છે. પ્રવીણ કુમાર ઘણા લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહ્યા હતા, જેના લીધે એમણે દુયાને અલવિદા કહી દીધું. પ્રવીણ કુમારના નિધનથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
જણાવી દઈએ કે, ૬ ફેબ્રુઆરીના જ મશહૂર ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું અને ૮ ફેબ્રુઆરીના પ્રવીણ કુમારના દુખદ નિધનથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એકવાર ફરીથી શોક છવાઈ ગયો.
કહેવાઈ રહ્યું છે કે પ્રવીણ કુમાર ઘણા લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા, જેના લીધે તેઓ એમનો ઈલાજ નહતા કરાવી શકતા. એ સિવાય પણ એમની સાથે જોડાયેલી ઘણી વાતો ચર્ચામાં રહી હતી. જોકે, એમણે ખુદ એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે એમને પૈસાની કોઈ સમસ્યા નહતી, અને તેઓ સારી રીતે જીવન જીવી રહ્યા છે. આવો જાણીએ પ્રવીણ કુમાર સોબતી એ પોતાની ગરીબીને લઈને શું કહ્યું હતું?

છેલ્લે થોડા દિવસો પહેલા થયેલ એક ઈન્ટરવ્યું દરમિયાન પ્રવીણ કુમારએ કહ્યું હતું કે એમને ના પૈસાની જરૂર હતી, અને ના એમને કોઈની મદદ જોઈએ. જયારે એમના વિષે ખોટી ખબરો અને અફવાહ ફેલાવવામાં આવી તો એ ઘણા નારાજ થઇ ગયા હતા. પછી એમણે ખુદ મીડિયાની સામે આવીને ખુલાસો કર્યો હતો કે એ કોઈ વાતથી પરેશાન નથી, પરંતુ તેઓ બીમાર છે જેના લીધે તેઓ બધાથી દૂર થઈ રહ્યા હતા.
ઈન્ટરવ્યું દરમિયાન પ્રવીણ કુમાર એ કહ્યું હતું કે હું ખેલાડી રહ્યો છું એટલે એવું કહ્યું. એ સિવાય મેં કોઈ પાસે મદદ નથી માંગી, અને ના મને કોઈની મદદ જોઈએ. મારો સંપન્ન પરિવાર છે અને હું ઘણો સ્વાભિમાની છું. હું સાધન સંપન્ન છું. મે કોઈ પાસે મદદ માંગી નથી અને મને પૈસાની જરૂર નથી. મેં ફક્ત પંજાબ સરકાર પાસે હક માંગ્યો હતો.

પ્રવીણ કુમાર સોબતી એ કહ્યું હતું કે મારા પગમાં તકલીફ છે. એ ઠીક થવામાં એક બે મહિના લાગશે, પરંતુ એમ કોઈ તકલીફ નથી. મારી અંદર આજે પણ આગ એ જ છે અને દિમાગ પણ તેજ ચાલે છે. હું વૃદ્ધાવસ્થાને નથી માનતો. વૃદ્ધા વસ્થા માણસના દિમાગમાં હોય છે.
એમણે કહ્યું હતું કે સોશ્યલ મીડિયા પર લોકો કાઈ પણ કહે છે, પરંતુ મારી પાસે પરમાત્માએ આપેલ બધું જ છે. મારી પાસે એટલા પૈસા છે કે હું દુનિયા છોડીને જઈશ તો કઈક મુકીને જઈશ. જે લોકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીત્યા છે, એમને સરકાર પૈસા આપે છે.

મેં ફક્ત એટલું કહ્યું હતું કે પંજાબ સરકાર મને પેન્શન નથી આપી રહી, પરંતુ એનો બીજો જ કઈક અર્થ કાઢી લેવામાં આવ્યો કે મને પૈસાની જરૂર છે. હું આર્થિક તંગીથી પીડાઈ રહ્યો છું, પણ સમાચાર વાંચીને લોકોએ મને લઈને જે ચિંતા વ્યક્ત કરી એના માટે હું બધાનો આભાર વ્યક્ત કરું છું. મને નહતી ખબર કે લોકો મને આટલો પ્રેમ કરે છે.
તમારી માહિતી માટે જણાવી દઈએ કે અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા પ્રવીણ કુમાર સોબતી એક ડિસ્કસ થ્રો એથલેટ પણ હતા. તેઓ એશીયાઇ રમતમાં ચાર વાર (૨ વાર ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ) મેડલ વિજેતા રહી ચુક્યા હતા. એમણે પોતાના જીવનમાં બીએસએફમાં પણ નોકરી કરી હતી , પણ એમનું મન એક્ટિંગ તરફ હતું, એટલે એમણે મહાભારત સીરીયલમાં કામ કરવાનો નિર્ણય લીધો હતો.

જણાવી દઈએ કે પ્રવીણ કુમાર સોબતી એ વર્ષ ૧૯૮૧ માં આવેલી ફિલ્મ ‘રક્ષા’ થી પોતાના કરિયરની શરુઆત કરી હતી. એ પછી એમણે ફિલ્મ ‘મેરી આવાજ સુનો’ માં કામ કર્યું. જણાવી દઈએ કે પ્રવીણ કુમાર સોબતી એ પોતાના કરિયરમાં અમિતાભ બચ્ચન અને જીતેન્દ્ર જેવા ઘણા કલાકાર સાથે કામ કર્યું છે. એ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘શહેનશાહ’ માં પણ પોતાની એક્ટિંગનો જાદુ દેખાડી ચુક્યા હતા.