ભગવાન શ્રીરામે રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા વાંચ્યો હતો સૂર્યદેવનો આ સ્ત્રોત, તમે પણ જાણો એની મહિમા

જો તમારી કુંડળીમાં પણ સૂર્ય નબળો છે તો એને મજબૂત કરવા માટે તમારે આદિત્ય હૃદય સ્ત્રોતનો નિયમિત રીતે પાઠ કરવો જોઈએ. ચાલો જણાવીએ આદિત્ય હૃદય સ્ત્રોત કયા કયા ફાયદા મળે છે.

સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે અને પ્રત્યક્ષ દેવતાના રૂપમાં સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે કારણકે સૂર્યની ઉર્જાથી જ સામાન્ય માણસને જીવન મળે છે. જ્યોતિષમાં સૂર્યને નોકરી, સામાજિક પ્રતિષ્ઠા અને આત્મ સમ્માન વગેરેના કારક માનવામાં આવે છે. કહેવાય છે કે કુંડળીમાં જો સૂર્ય નબળી સ્થિતિમાં તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.

એવામાં વ્યક્તિના પિતા સાથે સંબંધ ખરાબ થાય છે, અપયશનો સામનો કરવો પડે છે. નોકરીમાં સમસ્યા આવે છે અને વ્યક્તિ બધા રોગોથી ઘેરાઈ જાય છે. આ સ્થિતિમાં ધન હાનિ પણ થાય છે. એવામાં સૂર્યને મજબૂત સ્થિતિમાં રાખવો ઘણો જરૂરી છે. જો તમારી કુંડળીમાં પણ સૂર્ય નબળો છે તો એને મજબૂત કરવા તમારે આદિત્ય હૃદય સ્ત્રોત નો નિયમિત પાઠ કરવો જોઈએ. જો રોજ ના કરી શકો તો ઓછામાં ઓછું રવિવારે તો જરૂર કરો. રવિવારનો દિવસ સૂર્યને સમર્પિત હોય છે. જાણો આ સ્ત્રોત વિશેની ખાસ વાતો.

પ્રભુ શ્રીરામે પણ કર્યો હતો આ સ્ત્રોતનો પાઠ

આદીત્ય હૃદય સ્ત્રોતની રચના મહર્ષિ અગત્સ્ય એ કરી હતી. શ્રી વાલ્મીકી રામાયણના યુદ્ધ કાંડના એક શો પાંચમાં સર્ગમાં ઉલ્લેખ છે કે પ્રભુ શ્રીરામે રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા સૂર્ય દેવના આશીર્વાદ લીધા હતા અને આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કર્યો હતો. આ સ્ત્રોત જીવનમાં સકારાત્મક બદલાવ લઈને આવે છે અને વ્યક્તિને દરેક જગ્યાએ માન સમ્માન અપાવવામાં સક્ષમ છે.

સવારના સમયે વાંચવો જોઈએ આદિત્ય હ્રદય સ્ત્રોત

આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ સવારના સમયે કરવો ઉત્તમ માનવામાં આવે છે. સવારે સ્નાન પછી તાંબાના લોટામાં પાણી લઈને એમાં રોલી, અક્ષત, લાલ ફૂલ અને ગોળ નાખીને સૂર્યદેવને અર્ધ્ય આપો. અર્ધ્ય આપતા સમયે ગાયત્રી મંત્રનો જાપ કરો. એ પછી ભગવાન ભુવન ભાસ્કર સામે એનો પાઠ કરવો જોઈએ. પાઠ કર્યા પછી સૂર્યદેવને પ્રણામ કરો. જો રવિવારના દિવસે એનો પાઠ કરી રહ્યા છો તો મીઠાનું સેવન ના કરો. માંસ, મદિરા, ડુંગળી, લસણ, અને શરાબ વગેરે વસ્તુથી દૂર રહો.

કોણે કરવો જોઈએ પાઠ?

  • જો સતત કોઈ રોગથી પીડિત છે તો એનો પાઠ કરી શકો છો.
  • પિતા સાથે સંબંધ સારા નથી તો પણ એનો પાઠ કરવો લાભદાયી છે.
  • રાજ્ય પક્ષથી પીડા છે કે કોઈ સરકારી કેસ ચાલી રહ્યો છે તો આ સ્ત્રોતનો પાઠ લાભકારી છે.
  • જીવનના કોઈ પણ મોટા કાર્યની સફળતા માટે એનો પાઠ કરી શકાય છે.
  • કરિયરમાં સફળતા, માન સમ્માનમાં વૃદ્ધિ, અને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા માટે એનો પાઠ કરવો હિતકર માનવામાં આવે છે.
  • આત્મવિશ્વાસની કમી હોય તો પણ આ સ્ત્રોત વાંચવાથી ઘણા લાભ મળશે.

શું છે લાભ?

આદીત્ય હૃદય સ્ત્રોતનો વિધિ પૂર્વક પાઠ કરવાથી વ્યક્તિને સૂર્યદેવનો આશીર્વાદ મળે છે. એનાથી જીવનમાં અપાર સફળતા મળે છે. એ જે મનોકામના સાથે એ વાંચે છે, તો એ પૂરી થાય છે. પિતા સાથે સંબંધ સારા થાય છે અને એમનો સહયોગ મળે છે. સમાજમાં માન સમ્માન અને પ્રતિષ્ઠા વધે છે. બધા રોગોથી છુટકારો મળે છે. મનથી કોઈ પણ પ્રકારનો ડર હોય એ દૂર થાય છે અને વ્યક્તિ આત્મવિશ્વાસી બને છે. નકારાત્મક વિચારોથી મુક્તિ મળે છે.