કહાની એક એવા બ્રિટીશ કર્નલની, જેનો ‘ભગવાન શિવ’ એ યુદ્ધમાં બચાવ્યો જીવ, હકીકત કરી દેશે હેરાન

શ્રાવણમાં ભગવાન શિવની ઉપાસનાનું ઘણું મહત્વ છે અને એવામાં જયારે શ્રાવણનો મહિનો આવે છે. અમે તમને ભગવાન શિવ સાથે જોડાયેલી એક એવી કહાની વિષે જણાવવા જઈ રહ્યા છે. જે સાંભળીને પહેલી નજરે તો તમે ચોંકી જશો, પરંતુ આ ઘટના જેની સાથે થઇ એ એને સત્ય જણાવે છે. જણાવી દઈએ કે ભગવાન શિવ ‘દેવો કે દેવ મહાદેવ’ થી ઓળખાય છે. એ જ્ઞાન, વૈરાગ્યના પરમ આદર્શ છે.



કહેવાય છે કે ઈશ્વર સત્ય છે , સત્ય જ શિવ છે અને શિવ જ સુંદર છે. એટલે ભગવાન શિવનું એક રૂપ સત્યમ , શિવમ અને સુન્દરમ છે. શિવ વિના પ્રકૃતિની કલ્પના આધારહીન છે અને પ્રકૃતિ વિના મનુષ્યના જીવનનો કોઈ આધાર નથી. તો આવો જાણીએ, શિવ સાથે જોડાયેલી એવીજ કહાની. એના મુજબ એક અંગ્રેજ હતો. જે ક્યાંક ને ક્યાંક ભગવાન શિવ પ્રતિ સાચી શ્રદ્ધા ધરાવતો હતો. એનો દાવો હતો કે એક વાર ખુદ ભગવાન શિવ એનો જીવ બચાવવા માટે અફઘાનિસ્તાન ગયા હતા. આ અંગ્રેજની કહાની એકદમ હેરાન કરવાવાળી છે.



જણાવી દઈએ કે આ કહાની વર્ષ ૧૮૭૯ ની છે. એક અંગ્રેજ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સી. માર્ટિન એ સમયના મધ્ય ભારતના આગર માલવા (જે આજના સમય મધ્ય પ્રદેશનો એક જીલ્લો છે) વિસ્તારમાં હતા. એ સમયે અંગ્રેજ અને અફ્ગાનો વચ્ચે લડાઈ ચાલી રહી હતી. ૧૮૭૯ માં લેફ્ટનન્ટ કર્નલ માર્ટિનને સેનાનું નેતૃત્વ કરવા માટે અફગાનિસ્તાન મોકલવામાં આવ્યા. એ સમયે પત્ર સિવાય સંદેશ મોકલવાનું બીજું કોઈ સાધન હતું, એટલે કર્નલ માર્ટિન પણ માલવામાં રહેલ પોતાની પત્નીને નિયમિત પત્ર લખતા હતા અને જણાવતા હતા કે એ ઠીક છે.



ઘણા મહિનાઓ સુધી તો બધું ઠીક રહ્યું. પરંતુ એ પછી કર્નલ માર્ટીનના પત્ર આવવાના બંદ થઇ ગયા, એ પછી એમની પત્ની પણ હેરાન થઇ ગઈ. કર્નલ માર્ટિન વિષે કાઈ ખબર ના પડી, કે આખરે એ સુરક્ષિત છે કે યુદ્ધમાં માર્યા ગયા. એક દિવસ એમની પત્ની પરેશાન થઇને ક્યાંક જઈ રહી હતી, ત્યારેબ રસ્તામાં એમને ભગવાન શિવનું એક મંદિર મળ્યું. ખબર નહીં એમના મનમાં શું આવ્યું, એ મંદિરની અંદર ચાલી ગઈ. એ સમયે મંદિરમાં ભગવાન શિવની આરતી થઇ રહી હતી. આ દરમિયાન પૂછવા પર મંદિરના પૂજારીએ જણાવ્યું કે એ ભગવાન શિવ છે અને એમના માટે કાઈ અશક્ય નથી, એ જે ઈચ્છે એ કરી શકે છે.



તો ભગવાન શિવની મહિમા જાણ્યા પછી કર્નલ માર્ટિનની પત્ની ભોલેનાથને પોતાના પતિની રક્ષા કરવાની પ્રાર્થના કરી અને ૧૧ દિવસોનું એક અનુષ્ઠાન પણ કરાવ્યું. ૧૧ માં દિવસે એક ચમત્કાર થયો અને એમના પતિ એટલે કે કર્નલ માર્ટિનનો પત્ર આવ્યો, જેમાં એમણે એકદમ અજીબોગરીબ અને ચમત્કારિક ઘટના વિષે જણાવ્યું. ખાસ વાત એ છે કે કર્નલ માર્ટિનએ પત્ર દ્વારા જણાવ્યું કે અમારી સેનાને અફ્ગાનોએ ઘેરી લીધી હતી, ઘણા સૈનિક શહીદ થઇ ગયા હતા અને બચવાના કોઈ આસાર નહતા દેખાઈ રહ્યા.



એટલે મેં આંખો બંદ કરી અને ભગવાનને યાદ કર્યા. ત્યારે યુદ્ધભૂમિમાં ખબર નહી એક વ્યક્તિ આવ્યો. કોઈ યોગીની જેમ એના લાંબા લાંબા વાળ હતા, એના હાથમાં ત્રિશુલ હતું. એને જોતા જ અફગાની સૈનિક તરત જ ત્યાંથી ભાગી ગયા. આ રીતે કર્નલ માર્ટીનનો જીવ બચ્યો અને એ પછી તેઓ પોતાના ઘરે પોતાની પત્ની પાસે આવ્યા.

ઘરે આવ્યા પછી કર્નલ માર્ટીનની પત્નીએ જણાવ્યું કે એણે ભગવાન શિવ પાસે એમની રક્ષા કરવાની પ્રાર્થના કરી હતી. એ એમને ભગવાન શિવના મંદિરે લઇ ગઈ, જ્યાં ભગવાન શિવની પ્રતિમા જોતા જ કર્નલ માર્ટિન ચોંકી ગયા. એમણે કહ્યું કે આ પ્રતિમા એ વ્યક્તિની છે જેને મને બચાવ્યો હતો. એવામાં હવે કર્નલ માર્ટીનનો ભગવાન શિવ પર વિશ્વાસ એટલો પાક્કો થઇ ગયો કે એમણે વર્ષ ૧૮૮૩ માં ૧૫ હજાર રૂપિયા ખર્ચીને ભગવાન શિવના એ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું. એ પછી બંને પતિ પત્ની એક વચન સાથે પાછા ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા કે તેઓ ઇંગ્લેન્ડમાં પોતાના ઘરે ભગવાન શિવની પૂજા કરશે. એવામાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે જોડાયેલી આ સત્ય કહાની કેવી લાગી?