હે ભગવાન! રસ્તામાં એક જ પરિવારના પાંચ લોકોની કાર પર પડી વીજળી, જુઓ ભયાનક વિડીયો…

મિત્રો આજે અમને આ લેખમાં એક જ પરિવારના પાંચ સભ્યો કે જે કારમાં જઈ રહ્યા હતા, તે જ કાર પર વિજળી પડી અને પછી પાંચેયનું શું થયું તે બાબતે વાત કરીશું. આ સમગ્ર ઘટના એક વિડિઓમાં કેપ્ચર થઈ ગઈ હતી. આ લેખ આખો વાંચો ધ્યાનથી વાંચો જેથી કરીને તમને ખબર પડે કે આ ઘટના ક્યાં બની અને કઈ રીતે બની છે અને શું છે સમગ્ર બાબત.



આ ઘટના 25 જૂનની છે અને વીડિયો કાર્લ હોબી નામના એક વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ આ જ કારની પાછળ પોતાની કાર લઈને જઈ રહ્યો હતો અને એ જ સમય પર આ ઘટના બની હતી. આ કારમાં પાંચ લોકો મુસાફરી રહ્યા હતા જેમાંથી 2 લોકો પતિ-પત્ની હતા અને 3 બાળકો હતા. આ આખો પરિવાર એક જ કારમાં સાથે મુસાફરી કરી રહ્યો હતા.

આ ભયાનક ઘટનાની સૌથી સારી વાત એ છે કે ભલે આ ઘટનામાં ગાડી પર વીજળી પડી હતી, પણ ગાડીમાં મુસાફરી કરતુ આખું પરિવાર હાલ સલામત છે અને કોઈ જાનહાની નથી થઈ. ગાડીમાં મુસાફરી કરનારા બધા યાત્રીઓ હાલ સુરક્ષિત છે.



જે લોકોએ આ ઘટના સ્થળ પર હાજર હતા તે દરેક લોકો આ ઘટના જોઈને ગભરાય ગયા હતા અને ગાડીની હાલત જોઈને લોકોને વિશ્વાસ નોહતો થઈ રહ્યો કે આ ગાડીના મુસાફિરો સુરક્ષિત છે, કારણ આ ઘટના બાદ ગાડીની હાલત ખુબ ખરાબ થઈ ગઈ હતી. લોકોનું કેહવું છે કે આતો ભગવાનનો ચમત્કાર છે કે આ ઘટના બાદ બધા મુસાફીરઓ સુરક્ષિત છે.

વિડીયો ઉતારનાર વ્યક્તિએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ઘટનાને અમારી આંખો સામે જોઈને અમે બધા જ ગભરાઈ ગયા હતા. પરંતુ તરત જ અમે કાર પાસે જઈને તાપસ કરી તો દરેક લોકો સુરક્ષીત હતા. આ ઘટના બાદ ગાડી ખરાબ થઈ ગઈ હતી. પરંતુ જેમતેમ કરીને ગાડીને સરખી કરીને પરિવારને ત્યાંથી રવાના કરવામાં આવ્યો હતો.